વડોદરામાં બંધની ખૂબ ઓછી અસર, મેડિકલ સ્ટોર ખુલ્લા રહ્યા:ગુજરાત ફેડરેશનના ચેરમેને કહ્યું: ગુજરાતના 100 ટકા મેડિકલ સ્ટોર સંપૂર્ણ બંધ, વડોદરા કેમેસ્ટ્રી એન્ડ ડ્રગિસ્ટ એસો.ના ઉપપ્રમુખે કહ્યું: વડોદરાના 80% રિટેઈલ મેડિકલ સ્ટોર ખુલ્લા છે

Gujarat5/20/2026, 6:12:27 AM
વડોદરામાં બંધની ખૂબ ઓછી અસર, મેડિકલ સ્ટોર ખુલ્લા રહ્યા:ગુજરાત ફેડરેશનના ચેરમેને કહ્યું: ગુજરાતના 100 ટકા મેડિકલ સ્ટોર સંપૂર્ણ બંધ, વડોદરા કેમેસ્ટ્રી એન્ડ ડ્રગિસ્ટ એસો.ના ઉપપ્રમુખે કહ્યું: વડોદરાના 80% રિટેઈલ મેડિકલ સ્ટોર ખુલ્લા છે
ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. જોકે વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનમાં બે ફાંટા પડી ગયા છે. જેને લઈને વડોદરા શહેરમાં બંધની ઓછી અસર જોવા મળી રહી છે. મોટાભાગના મેડિકલ સ્ટોર ખુલ્લા જોવા મળ્યા, તો કેટલાક મેડિકલ સ્ટોર બંધ જોવા મળ્યા હતા. વડોદરા કેમેસ્ટ્રી એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ રૂપેશ અગ્રવાલ એ જણાવ્યું હતું કે, આજે વડોદરાના 80% રિટેલ મેડિકલ સ્ટોર ખુલ્લા છે. અમે લોકોના હિતમાં મેડિકલ સ્ટોર ખુલ્લા રાખ્યા છે. વડોદરા કેમીસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ટ્રેઝરર રોમેલ કાનપરા જણાવ્યું હતું કે, અમે આજે બંધમાં જોડાયા છીએ. ગુજરાત ફેડરેશનના ચેરમેન અલ્પેશ પટેલે કહ્યું હતું કે, આજે ગુજરાતના મેડિકલ સ્ટોર સંપૂર્ણ બંધ છે. દેશના સાડા બાર લાખ કેમિસ્ટ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આજે જે બંધ આપવામાં આવ્યું છે તે આ સાડા બાર લાખ કેમિસ્ટના હિતમાં, ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આપવામાં આવેલું છે. આ બંધને એક અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે અને દરેક જણ સ્વેચ્છાએ બંધ પાળી રહ્યા છે, કારણ કે આ વ્યવસાય સાથે પબ્લિકના હેલ્થ સાથે જે ચેડાં થઈ રહ્યા છે તે સૌથી મુખ્ય મુદ્દો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના લોકોને દેશની આઝાદી છે અને જે રીતે ઓનલાઇન ફાર્મસી દ્વારા જે દવાઓ આપવામાં આવી રહી છે, તેનું પણ કોઈ નિયમન નથી. જે દેશના નાગરિકોના હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે. ગુજરાતના દરેક કેમિસ્ટ આ બંધમાં જોડાયા છે અને ઓલમોસ્ટ 100% બંધ જોવા મળી રહ્યો છે. મેડિકલ સ્ટોરના માલિક શૈલેષભાઈ એ જણાવ્યું હતું કે, અમારા પ્રમુખ તરફથી અમને દુકાનો ખુલ્લી રાખવા માટે કહેવામાં આવ્યું હતું. મારી પાસે તેનો વિડીયો પણ છે. અમારા એસોસિએશન તરફથી અમને બંધ રાખવા માટે કંઈ જ કહેવામાં આવ્યું નથી. અમારી આ સેવા તો ઇમરજન્સી સેવા ગણાય છે. જો અમે દુકાનો બંધ રાખીએ, દર્દીઓ અને સામાન્ય પબ્લિકને બહુ મોટી તકલીફ પડે. પબ્લિકને આવી તકલીફો ન પડે તે માટે જ અમે દુકાન ચાલુ રાખી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઓનલાઇન દવાઓ વેચવાનો વિરોધ કરવો એ અલગ બાબત છે. જો વિરોધ કરવો જ હોય, તો તે યોગ્ય રીતે અને ગવર્મેન્ટ (સરકાર) સમક્ષ રજૂઆત કરીને કરવો જોઈએ. પરંતુ આ રીતે અચાનક બંધ પાડીને પબ્લિકને ખોટી રીતે હેરાન ન કરાય. એટલે અમે પબ્લિકના હિતને ધ્યાનમાં રાખીને જ અમારી દુકાન ખુલ્લી રાખી છે.
Read Original Article →