કોંગ્રેસે સીધા મેન્ડેટ આપી ફોર્મ ભરાવ્યા, આપને ઉમેદવારોના ફાંફા પડ્યા:ભાવનગર, વડોદરા અને સુરત મનપામાં ચિત્ર ફાઇનલ, ચૂંટણી લડ્યા પહેલા જ 42 સીટ પર ભાજપે ખેલ પાડ્યો

Gujarat4/11/2026, 6:35:00 PM
કોંગ્રેસે સીધા મેન્ડેટ આપી ફોર્મ ભરાવ્યા, આપને ઉમેદવારોના ફાંફા પડ્યા:ભાવનગર, વડોદરા અને સુરત મનપામાં ચિત્ર ફાઇનલ, ચૂંટણી લડ્યા પહેલા જ 42 સીટ પર ભાજપે ખેલ પાડ્યો
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના રણશિંગા ફૂંકાયા બાદ રાજકીય ગરમાવો તેજ થયો છે. ભાવનગર, વડોદરા અને સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે છેલ્લી ઘડીએ સત્તાવાર રીતે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જ્યારે કોંગ્રેસે યાદી બહાર પાડવાને બદલે ઉમેદવારોને સીધા મેન્ડેટ આપી ફોર્મ ભરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આમ આદમી પાર્ટી (આપ) યોગ્ય ઉમેદવારો શોધવામાં સંઘર્ષ કરતી જોવા મળી છે. ચૂંટણીનું કાઉનડાઉન શરૂ થતાં જ ભાજપે દક્ષિણ ગુજરાતમાં મોટો ખેલ પાડી દીધો છે. નવસારી જિલ્લા પંચાયતની 3 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે, જ્યારે કડી નગરપાલિકાની 36માંથી 22 સીટ બિન હરીફ થઈ ગઈ છે. કુલ મળીને રાજ્યમાં 42 સીટ બિન હરીફ થઈ છે. ભાજપે લાંબી મથામણ બાદ યાદી જાહેર કરી તો કોંગ્રેસે સીધા ફોમ ભરાવ્યા મહાનગરપાલિકાઓના જંગ માટે બંને મુખ્ય પક્ષોએ જુદી જુદી રણનીતિ અપનાવી છે. ભાજપે લાંબી મથામણ બાદ અંતિમ સમયે ઉમેદવારોના નામની જાહેરાત કરીને સસ્પેન્સનો અંત આણ્યો હતો. બીજી તરફ, મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે આ વખતે આંતરિક વિખવાદ ટાળવા માટે સીધા મેન્ડેટ આપવાની પદ્ધતિ અપનાવી હતી. પક્ષ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોને સીધી સૂચના આપી ફોર્મ ભરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ઉમેદવારી ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થતા પ્રચારના શ્રીગણેશ આમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી પડકારજનક સાબિત થઈ રહી છે. મનપાની ચૂંટણીમાં મજબૂત અને જીતી શકે તેવા ચહેરાઓ શોધવામાં પાર્ટીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉમેદવારી ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થતા હવે પ્રચારના શ્રીગણેશ થશે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતપોતાના મજબૂત ગઢ સાચવવા અને વિરોધીઓના મતો અંકે કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. આગામી દિવસોમાં આ મહાનગરોની જનતા કોને મત આપશે તે જોવું રસપ્રદ રહેશે. જુઓ ભાવનગર, સુરત અને વડોદરા મનપાના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનું લિસ્ટ
Read Original Article →