MS યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય:GCAS પોર્ટલની ટેકનિકલ ખામીના કારણે વંચિત રહેલા વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ અપાશે

Gujarat6/7/2026, 3:01:41 PM
MS યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય:GCAS પોર્ટલની ટેકનિકલ ખામીના કારણે વંચિત રહેલા વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ અપાશે
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSU) દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક ખૂબ જ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) પોર્ટલમાં સર્જાયેલી તકનીકી ખામીઓને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી પ્રશાસને પ્રવેશ પ્રક્રિયા અંગે મોટો નિર્ણય લીધો છે. ટેકનિકલ ખામીના કારણે મુશ્કેલી સર્જાઈ હતી યુનિવર્સિટીના સત્તાવાર અહેવાલ મુજબ, GCAS પોર્ટલ સંબંધિત કેટલીક તકનીકી સમસ્યાઓના કારણે પ્રથમ રાઉન્ડ બાદ કેટલાક વિદ્યાર્થીઓને તેમના પસંદગીક્રમ (Choice Filling) મુજબ પ્રવેશ પ્રક્રિયામાં વિચારણા મળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યાને કારણે અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. શિક્ષણ વિભાગ સાથે ચર્ચા બાદ યુનિવર્સિટીનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતાં એમ.એસ. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સાથે આ બાબતે ખાસ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક બાદ યુનિવર્સિટી દ્વારા નીચે મુજબના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે: મેરિટના આધારે જ પ્રવેશ અંડરગ્રેજ્યુએટ (UG) કાર્યક્રમોની Round-II તથા ત્યારપછીની તમામ પ્રવેશ પ્રક્રિયા અગાઉથી તૈયાર કરાયેલ મેરિટ યાદી મુજબ, કડક ગુણક્રમના આધારે અને સંપૂર્ણ પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી છે કે, જે વિદ્યાર્થીઓએ GCAS મારફતે પ્રથમ રાઉન્ડ (Round-1) દરમિયાન અરજી કરી હતી, પરંતુ ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણસર હજુ સુધી પ્રવેશ ફાળવવામાં આવ્યો નથી, તેમણે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આવા તમામ વિદ્યાર્થીઓને Round-II તથા તે પછીના રાઉન્ડમાં તેમના મેરિટ અને નિયમો અનુસાર પ્રવેશ મેળવવાની પૂરતી તક આપવામાં આવશે. ફી ભરવાની પ્રક્રિયા અને સમયપત્રક ટૂંક સમયમાં અગત્યની સૂચના: પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ફી ભરવાની પ્રક્રિયા અને તેની વિગતવાર સમયસૂચિ (Schedule) ખૂબ જ ટૂંક સમયમાં યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ www.msubaroda.ac.in પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રવેશ સંબંધિત સત્તાવાર અપડેટ્સ માટે વેબસાઇટ જોતા રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Read Original Article →