જાહેરનામું:મતદાન મથકે મતદારોને લાવવા-લઇ જવા મફત વાહનની સગવડ નહીં આપી શકાય

Gujarat4/8/2026, 12:00:00 AM
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને પગલે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એસ. પટેલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-163 હેઠળ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડ્યું છે. આ આદેશ મુજબ 26 એપ્રિલે યોજાનાર મતદાનમાં ઉમેદવારો મતદારોને લાલચ આપવા મફત વાહન સુવિધા આપી શકશે નહીં. ઉપરાંત મંદિર, મસ્જિદ કે ચર્ચ જેવાં ધાર્મિક સ્થળોનો પ્રચાર માટે ઉપયોગ કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત સરકારી કચેરી, રસ્તા કે વીજપોલ પર બેનર-પોસ્ટર લગાવવા પર પ્રતિબંધ છે. ખાનગી મિલકત ધારકની લેખિત મંજૂરી વગર પક્ષના ઝંડા કે સૂત્રો લખી શકાશે નહીં. આ હુકમ 28 એપ્રિલ સુધી અમલી રહેશે. 1. ઉમેદવાર, ચૂંટણી એજન્ટ કે કાર્યકર માટે ફાળવેલા વાહનમાં ડ્રાઈવર સહિત 5થી વધુ વ્યક્તિ બેસી શકશે નહીં. 2. મતદાનના દિવસે ઉમેદવાર મતક્ષેત્ર દીઠ 1 વાહન પોતાના માટે, એક વાહન એજન્ટ માટે અને વધારામાં એક વાહન તેમના કાર્યકર્તા કે પક્ષના કાર્યકર્તા માટે વાપરી શકશે. બે દિવસમાં 2259 ફોર્મનું વિતરણ 6 એપ્રિલ 7 એપ્રિલ મહાનગર પાલિકા 351 244 નગર પાલિકા 565 457 જિલ્લા પંચાયત 59 83 તાલુકા પંચાયત 278 222 કુલ 1253 1006
Read Original Article →