RTO:પહેલીવાર એક સાથે 30 ઇ-બસોનાં રજિસ્ટ્રેશન, આગામી 10 દિવસમાં વધુ 20 ઇ-બસ આવશે,અમદાવાદની સંસ્થાએ રૂટ નક્કી કર્યા

Gujarat6/10/2026, 12:00:00 AM
શહેરીજનો માટે પાલિકા દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક બસ સેવા માટે 1.07 કરોડની કુલ 30 બસ ગોત્રી ગોકુલ નગર પાછળના ડેપો ખાતે મૂકાઈ છે. આરટીઓમાં પ્રથમ વખતે એકસાથે 30 ઇ-બસનાં રજિસ્ટ્રેશન થયાં હતાં. આ બસોને ધમધમતી કરવા 13 ચાર્જિંગ પંપ તૈયાર થઇ ચૂક્યા છે. આગામી દિવસોમાં લોકાર્પણની શક્યતા છે. પાલિકાનાં સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન ઓફિસ ખાતે શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ઉદઘાટન માટે પત્ર પાઠવ્યો છે. હાલમાં તારીખની રાહ જોવાઇ રહી છે. આ બસો સંપૂર્ણ વાતાનુકૂલિત છે. શહેરમાં 250 ઇ-બસોનો પ્રોજેક્ટ છે. જોકે શરૂઆતમાં 50 ઇ-બસ સાથે સેવા ચાલુ કરાશે. આ બસો કયા રૂટ પર દોડશે તે અમદાવાદના સેન્ટર ઓફ પ્લાનિંગ ફોર એન્વાયર્ન્મેન્ટ એન્ડ ટેક્નોલોજીના તજ્જ્ઞો દ્વારા તૈયાર કરાયા છે. બીજી 20 બસ 10થી 15 દિવસમાં આવશે. એકવારના ચાર્જિંગમાં બસ 125 કિમી દોડશે ચાર્જિંગ પંપમાં 45 મિનિટથી 1 કલાકમાં બસ ફુલ ચાર્જ થશે, જે 125 કિમી અંતર કાપશે. 26 યાત્રી અને ડ્રાઇવર બેસી શકે તેવી વ્યવસ્થા છે. ડ્રાઇવર પાસે ફાયર એક્સ્ટિંગ્વિશર્સ, ફર્સ્ટ એઇડ બોક્સ અને અકસ્માત જેવા કિસ્સામાં વિશેષ બટન જેવી સુવિધા પણ છે.
Read Original Article →