મહાયજ્ઞનું આયોજન:પ્રથમ વખત 11 હજાર ગાયોની હાજરીમાં 2100 કુંડી પુરુષોત્તમ સહસ્ત્ર નામ યજ્ઞ થશે
પુરુષોત્તમ માસમાં વડોદરામાં પ્રથમ વખત 11 હજાર ગાયોની ઉપસ્થિતિમાં 2100 કુંડી પુરુષોત્તમ સહસ્ત્ર નામ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયની ઉપસ્થિતિમાં અધિક માસમાં શહેરના નવલખી મેદાનમાં ગિરિરાજ કૃપા મહોત્સવનું આયોજન કરાયું છે. જે અંતર્ગત 250 ફૂટ લાંબા અને 70 ફૂટ ઊંચા ગિરિરાજજીનું નિર્માણ કરવામાં આવશે. 23, 24 અને 25 મેના રોજ આયોજીત ગિરિરાજ કૃપા મહોત્સવ અંતર્ગત સાંજે 7 કલાકે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી દ્વારા ભગવત ગીતા પર પ્રવચન યોજાશે. વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના પ્રેસિડેન્ટ અશોકભાઈ શાહે જણાવ્યું હતું કે, 17 મેથી શરૂ થતાં પવિત્ર અધિક માસ નિમિત્તે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયની નિશ્રામાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા 23થી 25 મે દરમિયાન વડોદરાના નવલખી મેદાનમાં ‘ ગિરિરાજ કૃપા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના દૈનિક કાર્યક્રમો દરરોજ સાંજે 7:30 વાગ્યાથી પ્રારંભ થશે. જ્યારે દરરોજ 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મહોત્સવમાં દર્શનાર્થે પહોચશે. જ્યારે વૈષ્ણવાચાર્ય દ્વારા ભગવત ગીતા પ્રવચનમાં દરરોજ 25 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. 24મેએ મનોરથ, 25મેએ રાસોત્સવ યોજાશે 23 મે | 1100 ગાયો સહિત શ્રી ગોવર્ધન ગૌચારણ મહામનોરથ 24 મે | 1100 ગાયોની હાજરીમાં 2100 કુંડી શ્રી પુરૂષોત્તમ સહસ્ત્રનામ મહાયજ્ઞનું આયોજન સવારે 4થી સાંજે 7 વાગ્યા સુધી યોજાશે. 24 મે | દિવ્ય મનોરથનું આયોજન 25 મે | રાસોત્સવનું આયોજન 250 ફૂટ લાંબા અને 70 ફૂટ ઊંચા ગિરિરાજજીનું પણ નિર્માણ કરવામાં આવશે વીવાયઓ દ્વારા અધિક માસમાં નવલખી મેદાન ખાતે ગિરિરાજ કૃપા મહોત્સવ વ્રજના તમામ કુંડનું જળ પધરાવવામાં આવશે વ્રજના બધા જ કુંડનું જળ ગિરિરાજજીના આજુબાજુ બનાવેલા કુંડ બનાવી તેમાં પધરાવવામાં આવશે. ભક્તો નવલખી મેદાનમાં જ વ્રજનો અનુભવ કરી શકશે. વિવિધ મનોરથીઓએ સેવા આપી છે . ગિરિરાજજી, યમુનાજીની આસપાસ 1100 ગાયોને ગોળાકારમાં પધરાવવામાં આવશે નવલખી મેદાનમાં 250 ફૂટ લાંબા અને 70 ફૂટ ઊંચા ગિરિરાજજીનું નિર્માણ કરવામાં આવશે. જે ગિરિરાજજી તેમજ યમુનાજીના આસપાસ 1100 ગાયોને ગોળાકારમાં પધરાવવામાં આવશે. જે ગૌ ચરણનાં જીવંત દર્શન ભક્તો કરી શકશે.
Read Original Article →