ટ્રકની કેબિનમાં આગ લાગી:મુંબઇ-દિલ્હી હાઇવે પર પાદરા પાસે ટ્રેલરનાં પાછલાં 4 ટાયરમાં આગ
મુંબઇ-દિલ્હી હાઇવે પર ગત રાત્રે પાદરા નજીક ટ્રેલરના એક તરફનાં 4 ટાયરો બળી ગયાં હતાં. કોસંબાથી ભમવાડી પથ્થરનો પાઉડર પાઉચમાં ભરીને ટ્રક લઇ જતી હતી ત્યારે શનિવારે સાંજે 7-30 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. ટ્રેલરના ચાલક કિશનભાઇએ કહ્યું કે, પાદરાથી 40 કિમી દૂર કેબિનમાં આગ લાગી હતી. મેં ટ્રેલર ઊભું રાખી પાણીથી આગ બુઝાવી હતી. તે પછી ટ્રેલર 20 કિમી હંકાર્યા બાદ પાછલા ટાયરમાં આગ ભભૂકી હતી. જેથી ટ્રક ઊભી રાખીને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જોકે લાશ્કરો આવે તે પહેલાં એક તરફનાં 4 ટાયર બળી ગયાં હતાં. વાયરિંગમાં પ્રોબ્લેમથી આગ લાગી હોય તેવું લાગે છે. હાઇવે પર સિમેન્ટેડ રોડ પર આગના બનાવો વધુ બને છે
ટ્રાન્સપોર્ટ એસો.ના સભ્ય એકે મિશ્રા કહે છે કે, સિમેન્ટના રસ્તા પર ટ્રકોમાં આગના બનાવો બને છે. ડામર રોડ પર આવી ઘટના ઓછી બને છે. જ્યારે ટાયરોના ડીલર મનિષ મારડિયાએ કહ્યું કે, સિમેન્ટ રોડ પર ટાયર ગરમ વધુ થાય છે. ટાયરો 5 વર્ષે બદલવાં જોઇએ.
Read Original Article →