અલકાપુરીમાં ઇકો કારમાં આગ:અલકાપુરીમાં ઇકો કારમાં આગ ભભૂકી લાશ્કરોએ 5 મિનિટમાં પહોંચી બુઝાવી

Gujarat5/16/2026, 12:00:00 AM
અલકાપુરીના આંબેડકર સર્કલ પાસેના બોમ્બે શોપિંગ સેન્ટરની બાજુમાં ઇકો કાર પાર્ક થયેલી હતી. દરમિયાન સવારે 9.15 વાગ્યાના સુમારે કારના એન્જિનના ભાગેથી ધુમાડા નીકળવાના શરૂ થયા બાદ આગ લાગી હતી. દરમિયાન દેવેન્દ્ર નામના યુવકે ફાયરબ્રિગેડને કોલ કર્યો હતો. જેથી નજીકથી જ વડીવાડી ફાયર સ્ટેશનથી ટીમ 5 મિનિટમાં જ સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના અન્ય બનાવમાં વારસિયાના સિંધુસાગર તળાવ કિનારે મૂકાયેલા પૂજાપાના મોટા કળશમાં આગ ભભૂકી હતી. જેને પણ ફાયરબ્રિગેડે બુઝાવી હતી.
Read Original Article →