પૂર્વ કાઉન્સિલર વિનોદ ભરવાડ-અજિત દધીચ વચ્ચે બોલાચાલી:ન્યૂ VIP રોડ પર વૃક્ષારોપણના કાર્યક્રમમાં પૂર્વ અને હાલના કાઉન્સિલરો વચ્ચે ચડભડ
શહેરના ન્યુ વીઆઈપી રોડ પર સાંઈદીપ નગર પાસે આવેલી આંબાવાડીમાં ભાજપના વૃક્ષારોપણના કાર્યક્રમમાં પૂર્વ અને હાલના કાઉન્સિલરો બાખડયા હોવાની માહિતી મળી છે. વોર્ડ પ્રમુખે સિનિયર નેતા એન. વી પટેલનો ફોન નહીં ઉચકતા સમગ્ર માથાકૂટ થઈ હતી. આધારભૂત સૂત્રો મુજબ શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલી આંબાવાડી ભરવાડ વાસમાં વોર્ડ 4 ભાજપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સિનિયર નેતા તરીકે પૂર્વ મેયર એન. વી પટેલને આમંત્રણ અપાવ્યું હતું. જોકે એન. વી પટેલને સવાર સુધી સ્થળ ખબર ન હોવાથી તેઓએ વોર્ડ 4ના પ્રમુખ પ્રતીક જેઠવાનો સંપર્ક કર્યો હતો પરંતુ તેના તરફથી કોઈ રીપ્લાય મળ્યો ન હતો. અંતે પૂર્વ કાઉન્સિલર અને અન્ય કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. સૂત્રો મુજબ આ સમયે એન વી પટેલે પ્રતીક જેઠવાનો ફોન નહીં ઉચકવા અંગે ફરિયાદ કરી હતી. તે સમયે પૂર્વ કાઉન્સિલર વિનોદ ભરવાડે આ લોકોએ જ માથે ચડાવ્યો છે તેમ કહેતા હાલના કાઉન્સિલર અજીત દધીચ ચીડાયા હતા અને બોલાચાલી કરી હતી. તેઓએ વિનોદ ભરવાડ સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, તમે લોકોએ ચૂંટણીમાં હરાવવા માટેના પ્રયાસો કર્યા હતા. બીજી તરફ વિનોદ ભરવાડે કહ્યું હતું કે, મને તો બોર્ડ 15 નો પ્રભારી બનાવ્યો હતો હું ક્યાં વોર્ડ 4માં આવ્યો છું. મહત્વનું છે કે, પૂર્વ અને હાલના કાઉન્સિલર વચ્ચે થયેલી બોલાચાલી બાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. વોર્ડ 4ના સિનિયર કાઉન્સિલર અજીત દધીચે કહ્યું હતું કે, આ પ્રકારની કોઈ ઘટના બની નથી. આવી કોઈ પ્રકારની ઘટના બની નથી, વિરોધીઓ દ્વારા ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે: અજીત દધિચ
વોર્ડ 4ના સિનિયર કાઉન્સિલર અજીત દધીચે કહ્યું હતું કે, આ પ્રકારની કોઈ ઘટના બની નથી. વિરોધીઓ દ્વારા વાતો ફેલાવવામાં આવી રહી છે. બીજી તરફ વિનોદ ભરવાડે એ કહ્યું હતું કે, કોઈ માથાકૂટ થઈ નથી. પણ સિનિયર નેતા એન.વી પટેલે વોર્ડ પ્રમુખે ફોન ન ઉપાડ્યો હોવાની વાત કરી હતી. મતભેદોની જાહેરમાં ચર્ચા ન કરાય તેમ કહીને એન.વી. પટેલે સમગ્ર મામલો થાળે પાડ્યો
આધારભૂત સૂત્રો મુજબ વૃક્ષારોપણના કાર્યક્રમમાં થયેલી માથાકૂટ રોકવા એન વી પટેલ વચ્ચે પડ્યા હતા. તેઓએ કહ્યું કે પાર્ટીના આંતરિક મતેભેદોની જાહેરમાં ચર્ચા ન હોય. તેઓ અજિત દધીચને ત્યાંથી લઈ ગયા હતા. વિનોદ ભરવાડને કહ્યું કે, પછી ઘરે આવજે.
Read Original Article →