પાર્ક કરેલી કાર આગથી બળીને ખાખ:ફતેગંજ વિસ્તારમાં ચાલક નાસ્તો કરવા ગયા'ને આગ લાગી, મોટી જાનહાનિ ટળી

Gujarat5/14/2026, 10:11:12 AM
પાર્ક કરેલી કાર આગથી બળીને ખાખ:ફતેગંજ વિસ્તારમાં ચાલક નાસ્તો કરવા ગયા'ને આગ લાગી, મોટી જાનહાનિ ટળી
વડોદરા શહેર સહિત રાજ્યમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં ગરમીના કારણે આગના બનાવોમાં સતત્ત અધરો જોવા મળી રહ્યો છે. આજે પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે વધુ એક કારમાં આગનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર બળીને ખાખ થઈ ગઈ છે. ફતેગંજમાં પાર્ક કરેલી કાર સળગી ગઈ ગરમીના પ્રકોપ વચ્ચે રોજે રોજ કચરા, મીટર, વીજ સ્પાર્ક અને એસીમાં આગના બનાવો સાથે વાહનો સળગી જવાના બનાવો સામે આવી રહ્યા છે. આજે શહેરના ફતેગંજ વિસ્તારમાં જે.વી. આર મેરી સ્કૂલની પાછળના ભાગે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી હતી. ત્યારે તાત્કાલિક દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ આ ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ દોડી આવી હતી. ફાયર વિભાગે કારમાં લાગેલી આગને ગણતરીની મિનિટોમાં કાબુમાં લીધી હતી. આ કાર સંપૂર્ણ પેટ્રોલ ઈંધણથી ચાલતી કાર હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. નાસ્તો કરવા કાર પાર્ક કરીને આગ લાગી આ અંગે કાર માલિક સુશાન કૌશલે જણાવ્યું હતું કે , અમે ફતેગંજ વિસ્તારમાં કાર લઈને નાસ્તો કરવા ગયા હતા. કાર પાર્ક કરી નાસ્તો કરવા બેઠા હતા અને જાણ થઈ કે કારમાં આગ લાગી છે. અમે ત્યાં પહોંચ્યા તો આગ લાગી હતી. આ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કાર પંજાબ પાર્સિંગ હતી અને આ આગ કયા કારણોસર લાગી તે બાબતે અમે પોલીસ કમ્પ્લેન કરી છે જેમાં બહાર આવશે. બચાવ માટે શું કરવું જોઈએ? કારમાં આગ લાગવાના મુખ્ય કારણો જો કારમાં આગ લાગે તો શું કરવું?
Read Original Article →