નજરની સામે જ ઘટના બનતાં પરિવાર આઘાતમાં:પિતાએ ગોઠવેલા પેરાફિટના બ્લોક બાળકી પર પડતાં મોત

Gujarat5/20/2026, 12:00:00 AM
નજરની સામે જ ઘટના બનતાં પરિવાર આઘાતમાં:પિતાએ ગોઠવેલા પેરાફિટના બ્લોક બાળકી પર પડતાં મોત
બરાનપુરામાં ચાલી રહેલા બહુમાળી ઈમારતના કામ દરમિયાન મંગળવારે વાંદરા કૂદતાં પાંચમા માળની પેરાફિટના સિમેન્ટના બ્લોક નીચે રમતી બાળકી પર પડ્યા હતા. બાળકીને માથે ગંભીર ઈજા પહોંચતા સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બાળકી શ્રમજીવી પરિવારની હતી અને તેના જ પિતાએ 3 દિવસ પહેલા પેરાફિટ માટે બ્લોક ગોઠવ્યા હતા. તે જ બ્લોક બાળકી પર પડતા કરૂણાંતિકા સર્જાઇ હતી. મૂળ છોટાઉદેપુરના ગોવિંદ ભાઈ રાઠવા ભારતી સ્કુલ પાસે ચણતર કરતા હતાં. મંગળવારે સવારે 9 વાગ્યે બિલ્ડીંગ પર વાંદરા આવતાં ગોવિંદભાઈ બહાર જોવા ગયા હતા. તેમની પાછળ 3 વર્ષની દીકરી ધ્રુવી પણ ગઈ હતી. સિમેન્ટના બ્લોક નીચે પડતાં ધ્રુવીને ગંભીર ઈજા પહોંચી હતી. વાડી પોલીસની તપાસમાં બહાર આવ્યું કે, પેરાફિટનું ચણતર થયું નહોતું, માત્ર બ્લોક ગોઠવાયા હતા. ધ્રુવી રાઠવા નજરની સામે જ ઘટના બનતાં પરિવાર આઘાતમાં વાંદરા પેરાફિટ પર કૂદતાં સિમેન્ટના બ્લોક નીચે પડ્યા હું કંઈ કરું તે પહેલાં દીકરી પર બ્લોક પડવા લાગ્યા કામનો સમય થયો એટલે અમે તૈયારીઓ કરી રહ્યા હતા. ઘરમાં જ હતા પણ વાંદરાઓ આવતા હું બહાર જોવા માટે ગયો હતો. મારી દીકરી પણ મારી પાછળ આવી હતી. તે જેવી બહાર આવી ત્યારે જ બ્લોક નીચે પડ્યા હતા. હું કંઈ સમજું કે કંઈ કરું તે પહેલા ઘટના બની ગઈ. > ગોવિંદભાઇ રાઠવા, પિતા
Read Original Article →