છાણીમાં સમસ્યાની સરવાણી:તળાવ-નાળામાં ગંદકી, સ્મશાન પરત આપવાનું વચન ભૂલાયું

Gujarat4/6/2026, 1:22:19 AM
છાણીમાં સમસ્યાની સરવાણી:તળાવ-નાળામાં ગંદકી, સ્મશાન પરત આપવાનું વચન ભૂલાયું
છાણી ગામ વર્ષોથી પાલિકાની હદમાં છે, પણ હજીય શહેરીકરણના લાભ ગામને મળ્યા નથી. તળાવના બ્યૂટિફિકેશનનું નામ લઇ રૂા.18 કરોડ જેવી માતબર રકમનો ખર્ચ કર્યો, જે પાણીમાં ગયો છે. આજે પણ ડ્રેનેજનાં ગંદાં પાણી રેલાતાં પાલિકા અટકાવી શકી નથી. જ્યારે નવીનીકરણના આટલાં વર્ષે પણ તળાવમાં પાણી ટકતું નથી. તળાવ કિનારે વોકવે, ગઝેબો અને કેટલાંક વૃક્ષોનો છાંયો લઇ શકાય છે, એ સિવાય તળાવની વિકાસ યાત્રા અટકી છે. છાણી તળાવ પાસે ન્યાસા કોમ્પ્લેક્સ પાસે એક બ્રિજ છે. તેની ફરતે જાળી છે પણ દેશી દારૂની હજારો પોટલીથી પુલ નીચેનો ભાગ ઢંકાઇ ગયો છે. રહીશો કહે છે કે, દારૂનાં ઠેકાણાં પોલીસ જાણે જ છે, ‘અગમ્ય’ કારણોસર દારૂના અડ્ડા બંધ કરવા પોલીસ ક્યારેય ફરકતી નથી. છાણી તળાવના બ્યૂટિફિકેશન માટે રૂા.18 કરોડ ખર્યાયા, તળાવ ફરતે વોક-વે સહિતનાં કામો થયાં પણ તળાવ આજે પણ પાણી વિના સૂકુંભઠ છે. દિવ્ય ભાસ્કર સાથેની બેઠકમાં રહીશોએ કહ્યું કે, છાણીના નેતાઓ ગામમાં આંટાફેરા માર્યા કરે છે, પણ 6 મહિનાથી અધૂરા રસ્તા-ગંદકી દેખાતાં નથી. સ્મશાનનો વહીવટ જતો રહ્યો, નેતાઓથી કંઇ બોલાતું નથી. લોકોની વર્ષો જૂની દુકાનો દબાણના નામે તોડી ફૂટપાથ બનાવ્યા, હવે તેના પર બસો સહિતનાં ભારે વાહનો પાર્ક થાય છે. રહીશોની વાતથી એક સ્પષ્ટ સૂર ઊઠે છે કે, છાણી એટલે ભ્રષ્ટાચારના રસ્તા, તળાવ અને નાળા, બાકી વાતો એ તો વિકાસના નામે મત લેવાના ચાળા છે. ભૂખી કાંસનું નાળું પણ પૂરાઈ ગયું, બ્રિજ નીચેનાં ખેતરો પર ચોમાસામાં ખતરો છાણીમાં સ્મશાનની પાછળ ભૂખી કાંસનું નાળું કચરાથી પૂરાઇ રહ્યું છે. નાળું સાંકડું હોવાથી ચોમાસામાં પાણી ચારે તરફ રેલાય છે. બ્રિજ નીચેના ભાગમાં કાટમાળ એટલો ફેંકાયો છે કે, વડોદરા તરફ આવતું નાળું બંધ થઇ ગયું છે. સિસવા તરફથી આવતું પાણી અટકશે તો ચોમાસામાં ખેતરોના પાકને ખતરો થશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું. નાળા પર RCCનું કામ ટલ્લે, મારુતિ હાઇટ્સ પાસે કચરાપેટી જેવી સ્થિતિથી દુર્ગંધનું સામ્રાજ્ય
Read Original Article →