ગરમીથી બાળકોને રાહત આપવા અપીલ:શાળાઓમાં ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવી 18 જૂનથી સત્ર શરૂ કરવા માગ
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશન વધુ 10 દિવસ લંબાવવાની રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા સંગઠનો તરફથી મળેલા સૂચનોના આધારે મહામંડળે સરકારને તાકીદે નિર્ણય લેવા અનુરોધ કર્યો છે. મહામંડળની રજૂઆત અનુસાર હાલ સમગ્ર રાજ્યમાં અસહ્ય ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો 40 થી 44 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આ બળબળતા તાપમાં બાળકોને રાહત આપવા માટે આગામી 8 જૂનના બદલે 18 જૂન ગુરુવારથી શાળાઓ શરૂ કરવા માગ કરાઈ છે. આ ઉપરાંત, ખાડી યુદ્ધની ગંભીર પરિસ્થિતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ટાંકીને ઈંધણ બચત અંગે પણ મહત્વના સૂચનો કરાયા છે. યુદ્ધના કારણે ઈંધણની તંગી સર્જાઈ છે, જેના લીધે ખેડૂતોને વાવણી માટે ડીઝલ અને શાળાના વાહનો રિક્ષા-વાન માટે પેટ્રોલ-ડીઝલ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તે સંદર્ભે નિર્ણય લેવા માંગણી કરવામાં આવી છે. ઓનલાઇન-ઓફલાઇન મોડનું કોમ્બીનેશનની માગ
Read Original Article →