ઈકો અને ટ્રકની ટક્કરે 4નાં મોત, 4ને ઈજા:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત, પરિવાર મહેસાણા તરફ જઈ રહ્યો હતો ને કાળ ભેટ્યો

Gujarat6/7/2026, 7:11:03 AM
ઈકો અને ટ્રકની ટક્કરે 4નાં મોત, 4ને ઈજા:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત, પરિવાર મહેસાણા તરફ જઈ રહ્યો હતો ને કાળ ભેટ્યો
વડોદરા પાસેથી પસાર થતો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગત(6 જૂન) મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. સમિયાલા નજીક એક ઈકો કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ચાર લોકોના મોત નીપજ્યા 4 લોકો સારવાર હેઠળ છે. પરિવાર મહેસાણા તરફ જઈ રહ્યો હતો અને કાળ ભેટ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને બચાવ કામગીરીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ પરિવાર મહેસાણા તરફ જઈ રહ્યો હતો, પરંતુ રસ્તો ભૂલી જવાને કારણે તેઓ અમદાવાદ તરફના રસ્તે નીકળી ગયા હતા. પાદરા રોડ તરફ જતી વખતે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. હાલમાં આ મામલે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડ્રાઈવર સહિતના ચાર લોકોના મોત આ ઘટના અંગે જોગેશ્વર બારડે જણાવ્યું કે તેમનો દીકરો, ડ્રાઈવર સહિતના ચાર લોકોના અકસ્માતમાં મોત નીપજ્યા છે. મૃતકોમાં જોગેશ્વરભાઈનો દીકરો અને ગાડીનો ડ્રાઈવરનો સમાવેશ થાય છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. 5 લોકોને ઈજા થઈ અકસ્માતમાં બચેલા અન્ય લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. જોગેશ્વરભાઈની પત્નીને પગમાં ફ્રેક્ચર અને માથાના ભાગે ઇજા થઈ છે. તેમને પાદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને લઈ તાલુકા પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આ પણ વાંચો ટ્રકની કેબિનમાં ડ્રાઈવર ફસાયો, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર વડોદરા પાસે માતર ટોલ પ્લાઝા નજીક મોડી રાત્રે ઉભેલી ટ્રકમાં પાછળથી આવેલી ટ્રક ઘૂસી ગઈ હતી.જેમાં ટ્રક ડ્રાઇવર લોખંડની એંગલના જથ્થા નીચે દબાઈ ગયો હતો.જોકે,કરજણ ફાયર વિભાગની ટીમે સમયસર ઘટનાસ્થળે પહોંચીને જીવ સટોસટીના ખેલ વચ્ચે દોઢ કલાકની ભારે જહેમત બાદ ડ્રાઈવરનો જીવ બચાવ્યો હતો. ઉભેલી ટ્રકની પાછળ અન્ય ટ્રક ધડાકાભેર ટક્કર મળતી માહિતી અનુસાર, 3 જૂને આશરે 12:30 વાગ્યાના અરસામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર વડોદરા જિલ્લાના માતર ટોલટેક્સ નજીક એક ટ્રક ઊભી હતી,જેમાં લોખંડનો જોબ ભરેલો હતો.તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી બીજી ટ્રકમાં લોખંડની એંગલો ભરેલી હતી,અગમ્ય કારણોસર ઊભેલી ટ્રકના પાછળના ભાગે બીજી ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત, એક શખસ કારમાં જ ભડથું વડોદરા પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર 9 મે 2026ના એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં કારમાં આગ ફાટી નીકળતા એક વ્યક્તિ અંદર જ જીવતું ભડથું થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વાસણા ફાયર ફાઈટરો અને પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડ્યો હતો. હાલમાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને અકસ્માતના ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →