શાકભાજી-ડિઝાઇનર છોડથી ઘરનો દરેક ખૂણો સજાવ્યો:300થી વધુ છોડ વાવી પૂર્વ શિક્ષિકા અલ્પા શાહે ઘરને મિનિ ફોરેસ્ટ બનાવ્યો
વધતા કોંક્રીટના જંગલ વચ્ચે શહેરોમાં કુદરતી હરિયાળી ધીમે ધીમે ગાયબ થઈ રહી છે. લોકો હવે કુદરતની નજીક રહેવા ગામડાઓ તરફ વળતા જોવા મળે છે, પરંતુ દરેકને એ શક્ય નથી બનતું. આવી સ્થિતિમાં, કેટલાક લોકો પોતાના ઘરને જ હરિયાળું બનાવીને કુદરતનો અનુભવ માણી રહ્યા છે. આ નવી પ્રવૃત્તિ શહેરના વ્યસ્ત જીવનમાં પણ કુદરત સાથે જોડાવાનો વિકલ્પ બની રહી છે. વડોદરાની પૂર્વ શિક્ષિકા અલ્પા શાહે પોતાના ઘરને 300થી વધુ વિવિધ પ્રકારના છોડથી સજાવ્યું છે. આ વિશે તેઓએ કહ્યું કે, ઘરમાં 300થી વધુ છોડ છે, જેમાં સ્નેક પ્લાન્ટની અનેક જાતિઓ સામેલ છે. મારી પાસે શાકભાજી, ઔષધીય અને ડિઝાઇનર છોડ સહિત અનેક પ્રકારના છોડ છે. જે બાથરૂમથી લઈને લિવિંગ રૂમ સુધી જે મારા ઘરના દરેક ખૂણાને સજાવે છે. હું મારા રસોડામાં પાલક, મેથી જેવા શાકભાજી પણ ઉગાડું છું. તૂટેલા ચાના કપ, વપરાઈ ગયેલી પાણી અને દૂધની બોટલ જેવી બિનઉપયોગી વસ્તુઓનો ઉપયોગ કરીને હું તેને પ્લાન્ટર બનાવી તેમાં છોડ ઉગાડું છું, જેથી કચરાનો શ્રેષ્ઠ ઉપયોગ થાય.
Read Original Article →