મૃત મગરો મળવાનો સિલસિલો:વિશ્વામિત્રીમાં જાંબુઆથી કારેલીબાગ વચ્ચે મગરોનાં સ્થળાંતર,6 માસમાં 6 મૃત મળ્યા

Gujarat5/20/2026, 12:00:00 AM
મૃત મગરો મળવાનો સિલસિલો:વિશ્વામિત્રીમાં જાંબુઆથી કારેલીબાગ વચ્ચે મગરોનાં સ્થળાંતર,6 માસમાં 6 મૃત મળ્યા
વિશ્વામિત્રીમાં મૃત મગરો મળવાનો સિલસિલો 6 મહિનાથી યથાવત્ છે. નવેમ્બરથી મે મહિના સુધી જાંબુઆથી કારેલીબાગ વચ્ચે 6 મૃત મગર મળ્યા છે. વન્યજીવ તજ્જ્ઞોના જણાવ્યા મુજબ વિશ્વામિત્રીના પટમાં અને કિનારે જેસીબી ઉતારીને કામગીરી ચાલી રહી છે, જેની સૌથી વધુ ખલેલ મગરોને પડી છે. મગરોને પોતાના મૂળ સ્થાનેથી સ્થળાંતર કરવું પડ્યું છે, જેને લીધે અસ્તિત્વ માટે જંગ કરવો પડી રહ્યો છે. વિશ્વામિત્રી નદીના પટમાં જેસીબી મશીનો ઉતારી કિનારા સમથળ કરાયા, જેને લીધે મગરનાં રહેઠાણો અને ઇંડાં મૂકતા હતા તેની જગ્યા ઘટી ગઈ છે. સરિસૃપ તજ્જ્ઞ ડો.રાજુ વ્યાસ આ અંગે કહે છે કે, મેં મૃત મગરોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ આરટીઆઇમાં માગ્યા છે, પણ મહિનાઓ વીતી ગયા છતાં પણ આજ દિન સુધી એ રિપોર્ટ મને આપવામાં આવ્યા નથી. એટલું જ નહીં મૌખિક જવાબ એવો મળ્યો કે, તબીબોએ જ રિપોર્ટ જમા નથી કરાવ્યા. સૌથી વધુ મહત્ત્વનું એ પણ છે કે, એ સાચી નિયતથી વ્યવસ્થિત કરાયું હોય. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મગરો કેમ મર્યા તેનાં કારણો હોય છે. તે ગાયબ કરાયા છે કે બીજા કોઇ કારણ છે, એ તપાસનો વિષય છે. આ મગરોના મોત વિકાસ કાર્યથી થયાં છે કે કુદરતી કે કોઇ અન્ય કારણથી તે તંત્ર કોના ડરથી જાહેર નથી કરતું તે પણ સવાલ છે. મૃત મગરો 4થી 6 ફૂટના મળ્યા 1 ડિસેમ્બર, 2025} જાંબુઆ બ્રિજ નીચે } લંબાઇ 6 ફૂટ 22 ફેબ્રુઆરી 2026} અકોટા બ્રિજ નીચે } લંબાઇ 5 ફૂટ 4 માર્ચ, 2026 }ખાસવાડી સ્મશાન પાછળ } લંબાઇ 6 ફૂટ 14 માર્ચ, 2026} મંગલપાંડે બ્રિજ નીચે } લંબાઇ 4.5 ફૂટ 16 માર્ચ, 2026} કલ્યાણનગર, ફતેગંજ } લંબાઇ 4 ફૂટ 18 મે, 2026 }આર્ટ્સ ફેકલ્ટી પાછળ }લંબાઇ 10 ફૂટ બેદરકારી } નદી પટમાં જેસીબી ઉતારી કરાતા કામથી મગરોને ખલેલ મગરોમાં આંતરિક સંઘર્ષ વધ્યા: વન્યજીવ કાર્યકર વન્યજીવ કાર્યકર અરવિંદ પવારે કહ્યું કે,મગરોનાં ઇંડાં મૂકવાની, તેમનાં બચ્ચાં ઉછેરવાની જગ્યા પણ તૂટી ગઇ છે. તેથી તેમણે સ્થળાંતર કરવું પડી રહ્યું છે, જેથી આંતરિક સંઘર્ષો વધ્યા છે. જ્યારે સરિસૃપ તજ્જ્ઞ ડો.રાજુ વ્યાસે કહ્યું કે, જે શક્તિશાળી નર હોય તે જ ટકી જતા જોવા મળે છે. જ્યારે માદા મગરો નર સાથે અનુકૂલન સાધી લે છે. ઉલ્લેખનીય છે કે, 6 મહિનામાં જે 6 મગર મળ્યા છે તે તમામ મધ્યમ વય અને મધ્યમ કદના જ હતા. વિશ્વામિત્રીમાં 3 વર્ષ પૂર્વે જેસીબી ઉતાર્યાં ત્યારે પર્યાવરણ કર્મશીલોએ વિરોધ કર્યો હતો. દોઢેક વર્ષ અગાઉ મગરની ગુફા શોધી ઝંડા ખોડાયા, વોલન્ટિયર્સ નિમાયા.તે પછી વિકાસ કામનો ધમધમાટ શરૂ થયો અને અચાનક ઝંડા-વોલ્યન્ટિયર્સ ગાયબ થયા. વિકાસ કાર્યનો ધમધમાટ હતો ત્યારે મગરનાં ઇંડાં તૂટેલાં મળ્યાં છતાં અજાણ્યા સામે પણ ગુનો દાખલ કરવાની તસ્દી ન લીધી. કારણ વન્યજીવ અધિનિયમ 1972નો ભંગ હતો. શિડ્યુઅલ-1નો દરજ્જો કાગળ પર જ રહ્યો છે.
Read Original Article →