‘આદ્યાક્ષર’ના વિમોચનમાં શહેરના કવિઓ રહ્યા હાજર:વિદ્યાર્થીઓના ગદ્ય-પદ્ય, લોકગીત અને કૃતિઓથી ‘આદ્યાક્ષર’નું નિર્માણ
ગુજરાત યુનિવર્સિટી ભાષા સાહિત્ય ભવનના ગુજરાતી વિભાગ દ્વારા વાર્ષિક મુખપત્ર ‘આદ્યાક્ષર’ના વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતી વિભાગમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની ફેલોશિપ મેળવતા વિદ્યાર્થીઓ દ્વારા સઘન અધ્યયન,વિવિધ પ્રવૃત્તિઓ,તથા સર્જનાત્મક અભિવ્યક્તિ અને વર્ષ દરમિયાન થતી અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓનું દસ્તાવેજીકરણ કરીને ‘આદ્યાક્ષર’ને એક સંદર્ભ ગ્રંથ જેવો ઘાટ આપ્યો. જેમાં વિદ્યાર્થીઓની સ્વરચિત ગદ્ય અને પદ્ય કૃતિઓ સહિત, પ્રશિષ્ટ કૃતિઓના આસ્વાદ સાથે આદિવાસી કલા ધરોહરના સંશોધક ભગવાનદાસ પંચાલ અને શોષિત-પીડિતને દલિત સાહિત્યના સર્જક બી.કેશરશિવમની મુલાકાતની વિગતસભર વાતોથી ‘આદ્યાક્ષર’નું મૂલ્ય ઘણું વધી જાય છે. જ્યા વડોદરાના કવિ નૈષધ મકવાણાએ પોતાની કવિતાની પંક્તિઓ રજૂ કરી હતી. મઝાની જિંદગી છે તો,ઉમળકા કેમ નહીં રાખું? વળી ભીતર નિરખવાનાઅભરખા કેમ નહીં રાખું? સવારે રોજ આવીને,સૂરજ ઊર્જા ભરી આપે, હવા આવે તો ગલગલિયાંઅડપલાં કેમ નહીં રાખું?
Read Original Article →