વિવાદ સર્જાયો:બીબીએમાં કોચિંગ કલાસના સંચાલકે પ્રચાર કરતાં વિવાદ
એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના બીબીએ બિલ્ડિંગમાં શહેરના ખાનગી કોચિંગ ક્લાસના સંચાલક દ્વારા રીલ બનાવીને પોતાનો પ્રચાર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. બીબીએ બિલ્ડિંગનો ઉપયોગ રીલ બનાવવા કરવામાં આવ્યો હોવાથી કેવી રીતે ખાનગી કોચિંગ ક્લાસના સંચાલકોએ શૂટિંગ કર્યું તેની તપાસ કરી તેની સામે પગલાં ભરવામાં આવશે. કોમર્સ ફેકલ્ટીના બીબીએમાં પ્રવેશ લેવો હોય તો ખાનગી કોચિંગ ક્લાસમાં જોડાવું જોઈએ તેવો પ્રચાર કરતો વીડિયો સોશિયલ મીડિયા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. આ રીલમાં જે પ્રચાર કરી રહ્યા છે તે પોતે બીબીએના વિદ્યાર્થીઓ છે. બીબીએમાં પ્રવેશ લેવા આ ક્લાસ જરૂરી હોવાનો પ્રચાર કરવામાં આવ્યો છે, જેના માટે ફેકલ્ટીના સત્તાધીશો પાસે કોઈપણ પ્રકારની પરવાનગી લેવામાં આવી નથી. આ મામલે વીડિયોની તપાસ કરી તેની સામે પગલાં લેવાનું કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોએ જણાવ્યું હતું. ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ અને સુરક્ષા પર સવાલ
યુનિ.ની મિલકતનો ઉપયોગ ખાનગી ક્લાસીસના માર્કેટિંગ માટે થતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. યુનિ.માં સુરક્ષાના દાવા કરવામાં આવે છે, ત્યારે આ રીલ દ્વારા નવા પ્રવેશાર્થીઓને એવો સંદેશ આપવાનો પ્રયાસ થયો છે કે જાણે યુનિ. અને આ ક્લાસીસ વચ્ચે કોઈ જોડાણ હોય જે તદ્દન ભ્રામક છે.
Read Original Article →