કોન્ટ્રાક્ટર એસોસિયેશનની મ્યુ. કમિશનરને આવેદન આપી રજૂઆત:પાલિકામાં કરોડોનાં પેમેન્ટ અટવાતાં કામો રોકવાની કોન્ટ્રાક્ટરોની ચીમકી
પાલિકામાં વિકાસનાં કામો કરતા કોન્ટ્રાક્ટરોએ તંત્રની ઉદાસીનતા અને અણઘડ નીતિઓ સામે વાંધો ઉઠાવ્યો છે. પાલિકા દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સના કરોડો રૂપિયાના પેમેન્ટ સમયસર ન ચૂકવાતાં અને જીએસટી સહિતના નિયમોના નામે હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટર એસોસિયેશન દ્વારા મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ છે. જો આ પ્રશ્નોનો સત્વરે નિકાલ નહીં આવે તો વિકાસ કામો રોકવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મ્યુનિ. કમિશનરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, કોર્પોરેશનના એન્જિનિયરિંગ અને અન્ય વિભાગોમાં ફાઇલો મંજૂરી માટે મહિનાઓ સુધી પડી રહે છે. જૂનાં કામોનાં બિલો પાસ ન થવાને કારણે કોન્ટ્રાક્ટરો આર્થિક કટોકટીમાં મુકાયા છે. બજારમાં મટિરિયલના ભાવો સતત વધી રહ્યા છે. બીજી તરફ મજૂરોનાં પેમેન્ટ અને બેંક લોનનાં વ્યાજ ચૂકવવા પણ મુશ્કેલ બન્યાં છે. તંત્રની આ ઢીલી નીતિને કારણે હવે નાના કોન્ટ્રાક્ટરો કામ છોડવા મજબૂર બન્યા છે. જીએસટી, ફાઇલોની મંજૂરી સહિતની બાબતે હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ વહીવટી કનડગત અને પેમેન્ટના પ્રશ્નો ઉકેલવા માગ પાલિકાના કોન્ટ્રાક્ટર એસોસિયેશન દ્વારા મ્યુનિ. કમિશનરને કરેલી રજૂઆત મુજબ બજારમાં સિમેન્ટ, લોખંડ અને ડામર જેવા રો-મટિરિયલના ભાવો સતત વધે છે, પણ પાલિકા પ્રાઇસ એસ્કેલેશનનો લાભ આપતી નથી. વહીવટી કનડગત અને પેમેન્ટના પ્રશ્નોનો તાકીદે નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં પાલિકાના વિકાસનાં તમામ કામો ઠપ કરવામાં આવશે.
Read Original Article →