ચૂંટણી સમયના દારૂના કેસમાં પોલીસની મોટી કાર્યવાહી:વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોષીની અમદાવાદના રામોલ વિસ્તારમાંથી ધરપકડ

Gujarat5/13/2026, 8:55:02 PM
ચૂંટણી સમયના દારૂના કેસમાં પોલીસની મોટી કાર્યવાહી:વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોષીની અમદાવાદના રામોલ વિસ્તારમાંથી ધરપકડ
તાજેતરમાં મળેલા સમાચાર અનુસાર વડોદરામાં ભારતીય જનતા પક્ષની છાતી પર ચઢીને , ભાજપના નેતાઓની ગુંડાગીરીને મચક ના આપનાર, હરણીકાંડના પીડિતોને ન્યાય આપવા માટે મક્કમ,વોર્ડ નંબર 15 માં જીતેલા તથા ભાજપના ધારાસભ્ય નું અભિમાનને ચકનાચૂર કરીને જનતાના અપાર પ્રેમથી કોર્પોરેશન ની સીટ જીતનાર મહાદેવ ભક્ત આશિષ જોષી સામે બદલાની પ્રવૃતિથી તેમની જાણે કોઈ મોટા ક્રિમીનલ હોય તેમ લોકેશનની વોચ રાખી અમદાવાદમાં પોતાના સગાના ત્યાં જતા હતા ત્યારે રામોલ પોલીસ સ્ટેશનના કર્મીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને સંખેડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે ડભોઇ બાજુ કોઈ દારૂ પકડાયું હતું અને તે દારૂ લાવનાર વ્યક્તિ એમ કહે છે કે આ દારૂ આશિષભાઈના કહેવાથી હું લાવ્યો હતો. એટલે હર્ષભાઈ સંઘવીની બાહોશ પોલીસ આશિષભાઈ ને પકડે છે. સારું થયું તે પકડાયેલ બુટલેગરે ભાજપમાં કોઈ મંત્રી નું નામ ન આપ્યું નહિતર આ બાહોશ પોલીસ તેમને પણ પકડી લેત.? આ દારૂ ગુજરાતની સીમાઓથી ડભોઇ સુધી 300 કિમી નો રન કાપીને આવ્યો કઈ રીત? આ દારૂ કોણ લાવ્યું?, ક્યાંથી આવ્યો?, કયા કયા જિલ્લાઓમાંથી આવ્યો?, ક્યા ક્યા વલણ ચૂકવાયું?, હપ્તા ગાંધીનગર સુધી ક્યાં પહોંચ્યા?, કોને પહોંચ્યા હશે? એ તપાસ કરવાના બદલે માત્ર જે વ્યક્તિ પકડાયો છે તેણે કોના કહેવાથી જે નામ આપ્યું તેની તપાસ કરવાની બદલે કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટર કે જે ભાજપના ભ્રષ્ટાચારને બહાર પાડી રહ્યા છે તેવા મહાદેવ ભક્ત આશિષભાઈ જોશીને પકડવાથી કોઈ મોટું તીર નથી મારી લીધું. આ કાવતરાની પાછળ રહેલા ધારાસભ્ય અને તેમના ચમચાઓને ખાસ કહેવાનું કે હવે કાયદાકીય રીતે જવાબ આપવામાં આવશે. સત્યનો સામનો કરવા તૈયાર રહેજો હેમાંગ મહિપતરામ રાવલ મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
Read Original Article →