CID ક્રાઇમે નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટરની ધરપકડ કરી તપાસ શરૂ કરી:ખેડૂત ન હોવા છતાં નાંદોદની જમીન નામે કરાવનાર વડોદરાનો હોવાનો ઘટસ્ફોટ

Gujarat6/8/2026, 12:13:33 AM
નર્મદા જિલ્લાના ગરુડેશ્વરના બખરની સરકારી ખેતીની જમીન ખોટા દસ્તાવેજોના આધારે બિન-ખેડૂતના નામે ચડાવી દેવાનું કૌભાંડ સામે આવ્યું હતું. આ મામલે પૂર્વ મામલતદાર અને નિવૃત્ત ડે.કલેક્ટર રોહિત બાબુલાલ પાખાવાલાની ધરપકડ અને રિમાન્ડની પૂછપરછમાં ગુનાની વિગતો બહાર આવી છે. નર્મદા કલેક્ટરના આદેશના આધારે ગરુડેશ્વરના મામલતદાર જે.વી.વૈષ્ણવે સીઆઈડી ક્રાઈમ વડોદરામાં આ અંગે ગુનો નોંધાવ્યો હતો. જેમાં જ્યોતિન્દ્ર શાંતિલાલ પટેલ રહે.વડોદરા તેમજ કાંતિલાલ રામસ્વરૂપ શાહ રહે.ગરુડેશ્વર પણ આરોપી છે. પોલીસ બન્નેની શોધખોળ કરી રહી છે. આ કૌભાંડની શરૂઆત વર્ષ 1989માં થઈ હતી, જ્યારે બખરની જમીનના વડોદરા સ્થિત ખાતેદાર ગોરધનભાઈ જેઠાભાઈ પટેલ અને કમળાબેન પટેલે શંકાસ્પદ અંગ્રેજી વસિયતનામું વડોદરાના પ્રોડક્ટિવિટી રોડ પર રહેતા જ્યોતિન્દ્ર શાંતિલાલ પટેલના નામે કરી આપ્યું હતું. જેના આધારે 1999માં પડેલી હક્કપત્રકની નોંધ નં.504 કાયદાકીય ખામીઓને કારણે રદ કરાઇ હતી. પરંતુ, 2008માં ત્રાહિત અરજદાર કાંતિલાલ રામસ્વરૂપ શાહ રહે. ગરૂડેશ્વરે ફરીથી આ જ રદ થયેલા વસિયતનામાના આધારે જ્યોતિન્દ્ર પટેલના નામે જમીન ચડાવવા અરજી કરી હતી. તત્કાલીન મામલતદાર આર.બી.પખાવાલાએ પદનો દુરુપયોગ કરી આ લાભાર્થીઓ જન્મજાત ખેડૂત છે કે નહીં તેની ચકાસણી વિના કાયદાકીય જોગવાઈઓનો ભંગ કરી ખોટી રીતે નોંધ નં. 670 પ્રમાણિત કરી હતી. જ્યોતિન્દ્ર પટેલે આ તમામ જમીન દસ્તાવેજ કરીને કાંતિલાલ શાહને વેચી દીધી હતી. આ કૌભાંડ સામે શહેરના કમલેશ કૃષ્ણકાંત મહેતાએ 2017માં સરકારમાં લેખિત રજૂઆત કરી હતી. કલેક્ટર નર્મદાએ આ મામલે સુઓમોટો રીવીઝન કેસ ચલાવતા સાબિત થયું કે, આરોપીઓ મૂળ ખેડૂત જ નહોતા. કલેક્ટરે આ ખોટી નોંધો ના-મંજૂર કરી ગણોતધારા હેઠળ દંડ ફટકાર્યો હતો અને પૂર્વ મામલતદાર વિરૂદ્ધ ગુનાહિત વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચારની કડક કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. CID ક્રાઈમ હાલ આ રેકેટના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ અને પૂછપરછ ચલાવી રહી છે. કૌભાંડના મહત્ત્વના મુદ્દા અને ઘટના ક્રમ
Read Original Article →