નવલખી ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી સહિતે શ્રદ્ધાંજલિ આપી:યોગેશ પટેલ ખોટા કામ સામે ઝૂકતા ન હતા, આવા ઇમાનદાર વ્યક્તિ મુશ્કેલીથી મળે છેઃ મેનકા ગાંધી

Gujarat6/8/2026, 12:26:57 AM
નવલખી ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી સહિતે શ્રદ્ધાંજલિ આપી:યોગેશ પટેલ ખોટા કામ સામે ઝૂકતા ન હતા, આવા ઇમાનદાર વ્યક્તિ મુશ્કેલીથી મળે છેઃ મેનકા ગાંધી
માંજલપુરના ધારાસભ્ય અને લોકપ્રિય નેતા યોગેશ પટેલના દુઃખદ નિધન બાદ 7 જૂને નવલખી મેદાનમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા ગાંધી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પહોંચ્યા હતાં. જ્યારે ભાજપ પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકર પણ ઉપસ્થિત રહ્યા હતાં. મેનકા ગાંધી સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરીવારજનોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીએ સ્વ.યોગેશભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. નવલખી ખાતે પ્રાર્થના સભામાં મંત્રી રમણભાઇ સોલંકી, મંત્રી મનીષાબેન વકીલ, વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ, પુર્વ મંત્રી અને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, ધારાસભ્ય કેતન ઇનામદાર, પુર્વગૃહ મંત્રી ગોરધન ઝડફિયા, પૂર્વમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિત નાગરિકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. યોગેશ પટેલનું નિધન એ વડોદરા જ નહીં પણ આખા દેશને નુકસાન છે, જીવો તો તેમની જેમ શાનથી જીવો પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે, યોગેશ પટેલ જેવા મહેનતુ અને ઇમાનદાર વ્યક્તિ મળવા મુશ્કેલ છે. આ વડોદરા નહીં દેશનું નુકશાન છે. અમે નક્કી કર્યું હતું કે, તેઓ મારા ચૂંટણી પ્રચારમાં આવશે અને હું તેમના ચૂંટણી પ્રચારમાં આવીશ. તેમની તબીયત સારી ન હતી ત્યારે મુંબઇ લઇ ગયા હતા. મરવાનું તો બધાએ છે પણ તેમની જેમ, જીવો તો શાનથી જીઓ, ખોટા કામની સામે ઝુકતા ના હતા.
Read Original Article →