મિલકતના વિવાદમાં નાનાભાઈએ મોટા ભાઈને પતાવી દીધો:લાકડીથી માથાના ભાગે જોરદાર ફટકો મારતા ઢળી પડ્યો, છોટા ઉદેપુરમાં પિતાની નિવૃત્તિના 30 લાખ રૂપિયા-જમીન મુદ્દે બોલાચાલી થઈ હતી

Gujarat6/9/2026, 9:55:30 AM
મિલકતના વિવાદમાં નાનાભાઈએ મોટા ભાઈને પતાવી દીધો:લાકડીથી માથાના ભાગે જોરદાર ફટકો મારતા ઢળી પડ્યો, છોટા ઉદેપુરમાં પિતાની નિવૃત્તિના 30 લાખ રૂપિયા-જમીન મુદ્દે બોલાચાલી થઈ હતી
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખાટિયાવાટ ગામે મિલ્કતની વહેંચણીને લઈને થયેલા વિવાદમાં નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરી નાખી છે. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. પાંચ એકર જમીન અને પિતાની નિવૃત્તિ બાદ મળેલા આશરે 30 લાખ રૂપિયાની વહેંચણી મુદ્દે થયેલી બોલાચાલી દરમિયાન નાના ભાઈએ મોટા ભાઈ પર જીવલેણ હુમલો કરતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પિતાના પૈસા અને મિલકતના વિવાદમાં બોલાચાલી થઈ વડોદરામાં રહેતા વિજય રાઠવા અને તેમના અન્ય ભાઈઓ વતન ખાટિયાવાટ ગામે નાના ભાઈ બળવંત રાઠવા પાસે મિલકતના હિસ્સાની માંગણી કરવા ગયા હતા. આ દરમિયાન જમીન અને નાણાંની વહેંચણી મુદ્દે ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. વિવાદ વધતા નાનાભાઈ બળવંત રાઠવાએ લાકડી વડે મોટા ભાઈ વિજય રાઠવાના માથાના ભાગે જોરદાર ફટકો માર્યો હતો. જેથી વિજય રાઠવા ગંભીર રીતે ઘાયલ થયા હતા. લાકડીનો ફટકો મારતા વિજય રાઠવા ઢળી પડ્યો ઘટના દરમિયાન અન્ય ભાઈએ વચ્ચે પડીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ તેના પર પણ હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન આરોપીએ ભાઈને બચકું ભરી ઈજા પહોંચાડી હતી. આરોપીએ લાકડીનો જોરદાર ફટકો મારતા વિજય રાઠવા ત્યાં જ ઢળી પડ્યો હતો. પરિવારિક મિલકતના વિવાદે ભાઈના હાથે ભાઈની હત્યા જેવી દુઃખદ ઘટના સર્જાતા ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 'મારા પતિને મિલકતનો ભાગ પાડવા ખાંટિયાવાડ લઈ ગયા હતા' મૃતકના પત્ની નિશાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, મારા જેઠે મારા પતિને કહ્યું હતું કે, પપ્પાના રેલવેના જે પૈસા અને મિલકત આવી છે, તેના આપણે ભાગ પાડવાના છે. એવું કહીને મારા જેઠ રવિવારે કહ્યું હતું કે, તું કલાલીથી ડભોઈ સુધી આવ, ત્યાંથી આપણે એક ગાડીમાં જઈને બધું પતાવી દઈએ. એ લોકો કવાંટના ખાંટિયાવાંટ ગામે લઈ ગયા હતા. મારા જેઠ તેમને લઈ ગયા હતા જ્યાં મારા પતિને બધાએ ભેગા થઈને મારી નાખ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે , મારી સાસુએ જ મને ફોન કરીને કહ્યું હતું કે, 'તારા ઘરવાળા વિજયને તો અમે ભાગ આપી દીધો હવે તું પણ ભાગ લેવા માટે આવ'. મારા ઘરવાળાને જે રકમ મળી છે, તે તું પણ લઈ જા અને તારોય ભાગ આપીને તારું પણ પૂરું કરી દઈએ અને મારી નાંખીએ. મારે ન્યાય જોઈએ, તમામને સજા થવી જોઈએ:નિશાબેન રાઠવા નિશાબેન રાઠવાએ વધુમાં જણાવ્યું હતું કે, મારા પતિનું માથું જ આખું ફાડી નાખ્યું હતું. એમને લોખંડની લાકડીઓ મારી હતી. પહેલાં એમને રંગપુર લઈ ગયા હતા, ત્યાંથી બોડેલી અને પછી બોડેલીથી અહીં વડોદરા લાવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું છે. મારે ન્યાય જોઈએ છે. ગુનો કરનાર તમામને જેલની સજા થવી જોઈએ. મારા ઘરવાળાને બહુ નિર્દયતાથી માર્યો છે.
Read Original Article →