પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ચેકિંગ:રેસકોર્સ સહિત 125 સ્થળ પર પનીર-ચીઝનું ચેકિંગ ‘એનાલોગ’નો ઉલ્લેખ ન કરનાર 7 એકમોને નોટિસ
પાલિકાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા 20 એકમમાં ચેકિંગ કર્યું હતું. જેમાં લીધેલા નમૂના પૈકી 4 નમૂના ફતેગંજ પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટમાં ફેલ જાહેર થયા છે.બીજી તરફ રેસકોર્સ સહિત 125 સ્થળ પર પનીર-ચીઝનું ચેકિંગ કરાયું હતું, જેમાં ‘એનાલોગ’નો ઉલ્લેખ ન કરનાર 7 એકમને નોટિસ આપી છે. પાલિકાએ કરેલી કાર્યવાહીમાં માંજલપુર સ્થિત રિલાયન્સ રિટેઇલ લિમિટેડમાંથી લીધેલા ચણા દાળનો નમૂનો ‘અનસેફ’ જાહેર થયો છે. ઉપરાંત વાઘોડિયા રિંગ રોડ પર વ્રજ ફુડ્સમાંથી બેસન, હાથીખાનાના શ્રી માધવ ટ્રેડર્સમાંથી હળદર પાઉડર અને છાણી રોડ પરના ગોકુલ ટ્રેડર્સમાંથી પનીરના નમૂના ‘સબ-સ્ટાન્ડર્ડ’ (હલકી ગુણવત્તાના) જાહેર થયા છે. તમામ વેપારી વિરુદ્ધ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે. ખોરાક શાખાએ કારેલીબાગ, માંજલપુર, અટલાદરા અને વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં તપાસ કરી મસાલા, બેસન, ચણાદાર, પનીર, આઇસક્રીમ, માવો, દાબેલી, રોટી, શાક સહિત 45 નમૂના મોકલ્યા હતા. તપાસમાં એકમોમાં ગંદકી અને સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વપરાશ જણાતાં સંયુક્ત રીતે રૂા.58,500નો દંડ ફટકાર્યો છે. વાઘોડિયા રોડના વ્રજ ફુડ્સનું બેસન,હાથીખાનાના માધવ ટ્રેડર્સની હળદર,છાણીના ગોકુલ ટ્રેડર્સનું પનીર સબ સ્ટાન્ડર્ડ એનાલોગનો ઉપયોગ કરાતો હોય તો ગ્રાહકોને દેખાય તે રીતે મેનૂ કાર્ડ અે ડિસ્પ્લે બોર્ડ પર ઉલ્લેખ અનિવાર્ય
હોટલ-રેસ્ટોરન્ટમાં શુદ્ધ પનીર કે ચીઝના નામે વનસ્પતિ ફેટમાંથી બનેલા ‘એનાલોગ’ પદાર્થ પીરસતાં એકમો પર તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. ટીમે રેસકોર્સ, ઓલ્ડ પાદરા રોડ, ફતેગંજ અને વાસણા-ભાયલી રોડ સહિતના વિસ્તારોમાં 125 એકમનું ચેકિંગ કર્યું હતું. નિયમ મુજબ એનાલોગ પદાર્થનો ઉપયોગ થતો હોય તો મેનુ કે ડિસ્પ્લે બોર્ડ પર ગ્રાહકોને સ્પષ્ટ દેખાય તે રીતે ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. જેનું ઉલ્લંઘન કરનાર 7 એકમને શિડ્યુલ-4 મુજબ નોટિસ ફટકારી છે.
Read Original Article →