સમગ્ર ગુજરાતના કુલ મેન્યુફેક્ચરિંગમાં મધ્ય ગુજરાતનું 28 ટકા જેટલું યોગદાન:વડોદરામાં જૂનના અંતિમ અઠવાડિયામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાશે,ઉદ્યોગોની સાથે પર્યટન-સંસ્કૃતિને મહત્ત્વ અપાશે

Gujarat5/23/2026, 12:12:43 AM
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની આગામી આવૃત્તિ જૂનના અંતિમ સપ્તાહમાં વડોદરામાં યોજાશે. જેમાં મધ્ય ગુજરાત પર વિશેષ ફોકસ કરાશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને મહીસાગર સહિત 10 જિલ્લાનો સમાવેશ થાય છે. ગુજરાતના કુલ મેન્યુફેક્ચરિંગમાં મધ્ય ગુજરાતનું 28 ટકા જેટલું યોગદાન છે. મધ્ય ગુજરાત ઓટોમોબાઇલ, ફુડ પ્રોસેસિંગ, ફાર્માસ્યૂટિકલ્સ, કેમિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે મજબૂત હાજરી ધરાવે છે. વાર્ષિક સર્વેક્ષણ 2022-23 મુજબ રાજ્યના અન્ય પરિવહન સાધનોના ઉત્પાદનમાં પ્રદેશનો 93 ટકા અને ઓટો તથા ઓટો કમ્પોનન્ટ્સ ક્ષેત્રે 92 ટકા હિસ્સો છે. પ્રદેશમાં ધોલેરા સ્પે. ઇન્વેસ્ટમેન્ટ રિજન અને મંડલ-બેચરાજી સ્પે. ઇન્વેસ્ટમેન્ટ રિજન જેવા પ્રોજેક્ટ આગળ વધી રહ્યા છે. 2024-25માં મધ્ય ગુજરાતનું કુલ નિકાસ મૂલ્ય 20.54 અબજ ડોલરે પહોંચ્યું હતું. ફાર્માસ્યૂટિકલ્સ ક્ષેત્ર 3.67 અબજ ડોલર સાથે પ્રથમ સ્થાને રહ્યું હતું, જ્યારે યુએસએ 23.8 ટકા હિસ્સા સાથે સૌથી મોટું નિકાસ બજાર બન્યું હતું. આંતરરાષ્ટ્રીય પ્રવાસીને આકર્ષીને આર્થિક પ્રવૃત્તિને વેગ અપાશે સમિટમાં પર્યટન-સંસ્કૃતિને વિશેષ મહત્ત્વ અપાયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવાં પ્રવાસન સ્થળો અને હેરિટેજ ટુરિઝમના પ્રોત્સાહન દ્વારા મધ્ય ગુજરાત આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા તરફ આગળ વધી રહ્યું છે. મધ્ય ગુજરાતનાં મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રો મધ્ય ગુજરાતની નિકાસની મુખ્ય વિશેષતા
Read Original Article →