ફિટનેસ ફરજિયાત:આરટીઓ નહીં 5 સેન્ટરોમાં કાર ફિટનેસ સર્ટિ. અપાશે, ન કાઢ્યું તો રૂ. 5 હજાર દંડ, ડ્યુ થયું તો રોજ રૂ. 50 પેનલ્ટી
15 વર્ષ જૂની કારનું ફિટનેસ સર્ટિ મેળવવું હવે ફરજિયાત છે. જોકે, આ સર્ટિ. હવે આરટીઓ નહીં 5 સેન્ટરો પર ઓટોમેટેડ ફિટનેસ મેનેજમેન્ટ સિસ્ટમથી મળશે. કારનું ફિટનેસ સર્ટિ. નહીં હોય તો 5 હજારના દંડની જોગવાઈ છે. જો ફિટનેસની મુદત પૂર્ણ થઈ હશે તો દૈનિક રૂ.50 લેખે પેનલ્ટી થશે જે દિવસ પ્રમાણે ઉમેરાતી જશે. આરટીઓએ કારના ફિટનેસ સર્ટિ. આપવાના સ્લોટ બંધ કરી દીધા છે. અધિકારી અનુસાર, સેન્ટરો પર ફિટનેસ ટેસ્ટિંગ માટે રૂપિયા દોઢ કરોડના મશીનો મૂકવામાં આવ્યા છે. વાહન વ્યવહાર વિભાગની વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સાઇટ પર ટાઇમ સ્લોટ અને વાહનની માહિતી ભરીને એપોઇન્ટમેન્ટ મળશે. જે અઠવાડિયામાં શરૂ થશે. મહિને 900 કાર ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા આરટીઓ આવે છે. રોજની 30 કારનું ચેકિંગ થાય છે. શહેરના સેન્ટરની 2 વર્ષની રૂ.16.93 કરોડ આવક ખાનગી સેન્ટરો પરથી જ હવે સર્ટિફિકેટ મળશે
15 વર્ષ જૂની કારનું ફિટનેસ આરટીઓમાં થશે નહીં, વડોદરામાં 5 અધિકૃત સેન્ટરમાં એપોઇન્ટમેન્ટ લઈને ફિટનેસ સર્ટિફિકેટ મેળવી શકાશે. > કેતન ખાપેડ, આરટીઓ, વડોદરા કોમર્શિયલ વાહનો માટે વીએલટીડી સિસ્ટમ ફરજિયાત
હવે કોમર્શિયલ વાહન, ટેક્સી-મેક્સીમાં ટ્રેકિંગ ડિવાઇસ ફરજિયાત છે. ફિટનેસ કરાવતા વખતે તે સિસ્ટમનું પણ ચેકિંગ થશે. જો તે સિસ્ટમ કામ કરતી નહીં હોય તો ફિટનેસ સર્ટિ મેળવી શકાશે નહીં. લાંબા રૂટ પર જતા વાહનો માટે તે ખૂબ ઉપયોગી છે, તેમ અધિકારીએ કહ્યું હતું.
Read Original Article →