નિમણૂક:બોટાદ ડીડીઓ અક્ષય બુદાનિયા શહેરના નવા ડે.મ્યુનિ.કમિશનર

Gujarat5/14/2026, 1:07:17 AM
રાજ્ય સરકારે મોડીરાત્રે 72 IASની બદલીના આદેશ કર્યા હતાં. જેમાં વડોદરાના બે અધિકારીઓની બદલી થઈ છે. જેમાં ડે.મ્યુનિ. કમિશનર ગંગાસિંઘ અને ડીડીઓ મમતા હરિપરાની બદલી થઈ છે. ગંગાસિંઘને નર્મદા જિલ્લાના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. વડોદરા કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંઘની બદલી થતા બોટાદના જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાને વડોદરાના નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાની હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બદલી કરવામાં આવી છે. તેઓના સ્થાને ડાંગ આહવામાં ટ્રાયબલ એરિયા સબ પાનના એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા પાટીલ આનંદ અશોકને નિયુક્ત કરવામાં આવ્યા છે.
Read Original Article →