ભાજપ પાર્લામેન્ટેરી બોર્ડની આજે બેઠક:18થી 20 મે વચ્ચે મેયર સહિતના નામો જાહેર કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ હવે મેયર, ડે. મેયર સહિતના હોદ્દા માટેના ચયન પ્રક્રિયા તેજ બની છે. ગુરુવારે ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓના નામ પર ચર્ચા થશે. એક અંદાજ મુજબ, આગામી 18થી 20 તારીખ વચ્ચે શહેરને નવા મેયર, ડે. મેયર અન્ય હોદ્દેદારો મળશે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો 28 તારીખે જાહેર થયા હતા. ત્યારબાદ નવું બોર્ડ બનાવવાની તજવીજ હાથ ધરાઈ હતી. શહેર સંકલનની બેઠક અને નિરીક્ષકોની સેન્સ પ્રકિયા પણ પૂર્ણ થઈ હતી. જોકે પીએમ મોદીના કાર્યક્રમના પગલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મોકૂફ કરાઈ હતી. જેના કારણે બોર્ડ બનવામાં વિલંબ થયો છે. હવે મેયર, ડે. મેયર અને સ્થાયી સમિતિ ચેરમેન સહિતના હોદ્દા માટેની વરણીની તૈયારીઓ તેજ કરાઈ છે. ગુરુવારે પાર્લામેન્ટરી બોર્ડમાં નિરીક્ષકોએ તૈયાર કરેલી નામોની યાદી પર ચર્ચા થશે અને સાંજે 4થી 5 વાગ્યાના સમયગાળામાં વડોદરાના સંગઠનના હોદ્દેદારો, સાંસદ અને ધારાસભ્યો આ બેઠકમાં જોડાશે. ભાજપના આંતરિક સૂત્રો મુજબ 18 થી 20 તારીખ વચ્ચે નવું બોર્ડ બનશે. જિલ્લા ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી, ચોરંદા સીટના મહિલા ઉમેદવાર પ્રમુખ બને તેવું અનુમાન
વડોદરા જિલ્લા ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 13 મેએ ગાંધીનગર ખાતે મળી હતી. જેમાં વડોદરા હોદ્દેદારો, ધારાસભ્યો સહિત નેતાઓ પહોચ્યાં હતાં. જ્યારે જિલ્લા પંચાયતમાં આગામી મહિલા પ્રમુખ કરજણની ચોરંદા સીટ પરથી આવે તેવું અનુમાન છે. પાદરાની બેઠકની મહિલા ઉમેદવારને બાંધકામ જેવા મહત્વની સમિતી અપાય તેમ માનવામાં આવી રહ્યું છે. આ વખતે વડોદરા જિલ્લા પંચાયતની બેઠક મહિલા માટે અનામત છે ત્યારે ચોરંદા, ધનતેજ, ગણપતપુરા-પાદરા, અને ગોરજ બેઠક પરથી વિજેતા થયેલ મહિલા ઉમેદવાર પૈકી કોઈ એક જિલ્લા પંચાયત વડોદરાના પ્રમુખ બનશે તે નક્કી છે. આ પહેલા સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે ગુજરાત ભાજપ તરફથી હેમાલીબેન બોઘાવાલા, નીતિન ભજીયાવાલા તેમજ વિક્રમ તરસાડિયાને મોકલવામાં આવ્યા હતા. આ ત્રણેય નિરીક્ષકોએ વડોદરા જિલ્લા પંચાયતની 34માંથી 32 બેઠકો પર વિજેતા થયેલા ઉમેદવારોને સાંભળ્યા હતા. મ્યુનિ. કમિશનરે એજન્ડા બહાર પાડ્યા બાદ ત્રણ દિવસ પછી સભા મળશે
Read Original Article →