PMના રોડ શોના રૂટ પર સ્વચ્છતા અભિયાન:ગદા સર્કલથી એરપોર્ટ સુધી ભાજપના આગેવાનો-કાર્યકરોએ સફાઈ કરી
સોમવારે રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. વડાપ્રધાન દ્વારા શહેરના લોકોનું અભિવાદન ઝીલવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બાદ સૌપ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા પીએમનું લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારે આ ભવ્ય રોડ શો બાદ ભાજપના કાર્યકરો દ્વારા રોડ શોના રૂટ ઉપર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શો યોજાયો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદાર ધામ 3ના લોકાર્પણ બાદ રોડ શો યોજવામાં આવ્યો હતો. આ રોડ શો શહેરના ગદા સર્કલથી હરણી એરપોર્ટ સુધી યોજાયો હતો. જેમાં અંદાજે 25000થી વધુ જનમેદની ઉમટી પડી હતી. રોડ શો પૂર્ણ થયા બાદ તેના રૂટ ઉપર પાણીની બોટલો, ગ્લાસ તેમજ અન્ય કચરો જોવા મળ્યો હતો ત્યારે ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા રોડ શો આડ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી આ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું. સાંસદ અને ધારાસભ્ય પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા
વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી, ધારાસભ્ય કેયુર રોકડીયા, કોર્પોરેટરો તેમજ ભાજપના કાર્યકરો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાના આગ્રહી છે ત્યારે તેઓના રોડ શો બાદ તેઓએ આપેલા મંત્રોને સાકાર કરવા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું. કોર્પોરેશન દ્વારા પણ સમગ્ર રૂટ ઉપર રોડ શો પહેલા અને રોડ શો બાદ સાફ સફાઈ કરવામાં આવી હતી.
Read Original Article →