પાદરામાં અમલદારી શાસનનો અંત:વડોદરા જિલ્લાની ચાર નગર પાલિકાઓમાં ભાજપનાં 3 બોર્ડ,ડભોઇમાં કોંગ્રેસનું શાસન

Gujarat5/20/2026, 12:00:00 AM
પાદરામાં અમલદારી શાસનનો અંત:વડોદરા જિલ્લાની ચાર નગર પાલિકાઓમાં ભાજપનાં 3 બોર્ડ,ડભોઇમાં કોંગ્રેસનું શાસન
જિલ્લાની 4 નગર પાલિકાઓ ડભોઇ, વાઘોડિયા, પાદરા તથા સાવલીમાં પ્રમુખ-ઉપપ્રમુખ, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના મહત્વના પદો પર વરણી કરી દેવામાં આવી છે. વડોદરા જિલ્લાની તમામ નગર પાલિકાઓ મળી ભાજપે કુલ 3 નગર પાલિકાઓમાં પોતાનું બોર્ડ સ્થાપ્યું છે જ્યારે કોંગ્રેસે ડભોઇ નગર પાલિકામાં ભાજપને માઠી હાર આપી પોતાનું બોર્ડ પ્રસ્થાપિત કર્યું છે. ઉલ્લેખનિય છે કે, ડભોઇ નગર પાલિકામાં કોઇ રાજકિય ખેલ ખેલાય નહીં તે માટે કોંગ્રેસી જીતેલા સભ્યોને અજ્ઞાત સ્થળે લઇ જઇ સીધા સ્થળે લવાયા હતા પ્રમુખ પદે બ્રિજેશ ગોસ્વામી, ઉપપ્રમુખ પદે સંદીપ ડોડિયા પ્રમુખ પુષ્પાબેન રાવળ,ઉપપ્રમુખ પદે નૂર મો. મહુડાવાળાની વરણી વાઘોડિયા નગર પાલિકામાં પહેલી વખત ચૂંટણી યોજાઇ, પાદરામાં અમલદારી શાસનનો અંત પાદરા નગરપાલિકા પાદરા નગરપાલિકામાં અમલદારી શાસનો અંત આવ્યો છે. ન.પાના પ્રમુખ પદ માટે દિપેશભાઇ પંચાલે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ઉપપ્રમુખ પદ માટે ઇલાબેન જોશીએ ઉમેદવારી નોંધાવી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે અન્ય કોઇ ઉમેદવારી ન ભરાતાં ચૂંટણી અધિકારીએ દિપેશ પંચાલને પ્રમુખ અને ઇલાબેન જોશીને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા. ત્યારબાદ કારોબારી ચેરમેન તરીકે સંતોષભાઇ પટેલની નિમણૂક કરાઇ હતી. તેમજ દંડક તરીકે નરેશભાઇ અગ્રવાલ અને પક્ષના નેતા તરીકે વિજય ગોહિલની નિમણૂક કરાઇ હતી. વાઘોડિયા નગરપાલિકા વાઘોડિયા નગરપાલિકાની પહેલીવાર યોજાયેલી ચૂંટણીમાં ભાજપના વિજય બાદ ન.પાની 24માંથી 22 બેઠક ભાજપે જીતતાં મંગળવારે હોદેદારોની વરણી થઇ હતી. જિલ્લા ભાજપ મહામંત્રી યોગેશ અધ્યારૂએ મેન્ડેટની ઘોષણા કર્યા બાદ ફોર્મ ભરાયા હતાં. ચૂંટણી અધિક્ષક આર. બી. પરમારે ફોર્મ સ્વીકારી તમામને બિન હરીફ જાહેર કર્યા હતાં. જેમાં પ્રમુખ પદે બ્રિજેશ ગોસ્વામીને અને ઉપપ્રમુખ સંદીપ ડોડીયા, કારોબારી ચેરમેન કૃણાલ મહેતા, પક્ષના નેતા હરિકૃષ્ણ પટેલ, કપિલાબેન વસાવા દંડકની વરણી તરીકે જાહેર કરાયા હતા. ડભોઇ નગરપાલિકા ડભોઇ નગરપાલિકામાં કોંગ્રેસે બહુમતી સાથે શાસન જમાવ્યું છે. મંગળવારે સત્તાવાર પ્રક્રિયામાં પ્રમુખ પદે પુષ્પાબેન સતિષભાઇ રાવળ અને ઉપપ્રમુખ પદે નૂરમહંમદ મોહમ્મદભાઇ મહુડાવાલાની વરણી કરાઇ હતી. 36માંથી 21 બેઠકો જીતીને કોંગ્રેસે બહુમતી મેળવી હતી. મંગળવારે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયામાં કોંગ્રેસ તરફથી પ્રમુખ પદે પુષ્પાબેન રાવળ અને ઉપપ્રમુખ પદે નૂરમહંમદ મહુડાવાલા વિજેતા જાહેર થયા હતા. બોર્ડ બનાવવામાં રાજકીય વિક્ષેપ રોકવા કોંગ્રેસે ચૂંટાયેલા કેટલાક સભ્યોને અજ્ઞાત સ્થળે મોકલી સીધા મતદાનમાં હાજર કર્યા હતા. સાવલી નગરપાલિકા નગર પાલિકાના પ્રમુખ ડો.મોનાલી શાહ, ઉપપ્રમુખ ગીતાબેન સિસોદિયા સાવલી ન.પામાં મંગળવારે પ્રમુખ તરીકે ડો.મોનાલીબેન શાહ, ઉપપ્રમુખ પદે ગીતાબેન સિસોદિયા અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ભદ્રેશ પાઠકની વરણી કરાઇ છે. પાટીદાર સમાજના પાંચ સદસ્યો પૈકી એકપણને હોદ્દો નહીં આપતાં સમાજની અવગણનાએ ભારે ચર્ચા જગાવી છે. સાવલી ન.પાના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ભાજપ તરફે નિરીક્ષકો મેન્ડેટ લઇને આવ્યા હતા. જેમાં પ્રમુખ તરીકે ડો.મોનાલી શાહ, ઉપપ્રમુખ માટે ગીતાબેન સિસોદિયા અને સ્ટેન્ડિંગ કમિટી માટે ભદ્રેશ પાઠકનો મેન્ડેટ અપાયો હતો. જેના પર સભામાં સર્વાનુમતે મહોર મરાઇ હતી. ત્યારબાદ નગરપાલિકા કચેરી ખાતે સત્તાવાર રીતે વરણી કરાઇ હતી. જ્યારે પક્ષના નેતા તરીકે દક્ષેશ ઉપાધ્યાય અને દંડક તરીકે કિરણબેન ઠાકોરની વરણી કરાઇ હતી.રાજરમતો રોકવા કોંગ્રેસના જીતેલા સભ્યોને અજ્ઞાત સ્થળેથી સીધા ન.પાલિકામાં લવાયા
Read Original Article →