ઘમાસાણ:BCAની કેરટેકર બોડી રોજિંદા વહીવટ માટે જ છે, છતાં બીપીએલ-2નું કરોડોનું આયોજન કર્યું
બીસીએમાં રોયલ-સત્યમેવ જયતે ગ્રુપે બરોડા પ્રીમિયર લીગ, સીઈઓની કામગીરી સહિત સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. હાઈકોર્ટના આદેશથી રચાયેલી ‘કેરટેકર બોડી’ અદાલતી મર્યાદાઓ ઓળંગીને મોટા આર્થિક અને નીતિગત નિર્ણયો લઇ રહી છે તેવા આક્ષેપ કરાયા હતા. રોયલ-સત્યમેવ જયતે ગ્રૂપે આક્ષેપો કર્યાં હતાં કે, તાજેતરમાં જ બીપીએલનો ડ્રો કરી પાંચ ટીમ બનાવાઈ હતી. બીપીએલને લઈ કરોડોના નવા કોન્ટ્રાક્ટ અપાશે. ગેરકાયદેસર કામોને લઈ હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી કરીશું. ઓમ્બડ્સમેન અને એથિક્સ ઓફિસર સહિત ચેરિટી કમિશનરમાં પણ લેખિતમાં ફરિયાદ કરીશું. ગ્રુપે આક્ષેપ કર્યા હતા કે, કેરટેકર બોડી માત્ર રોજિંદા વહીવટ માટે હોવા છતાં કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ અને આયોજનો કરી રહી છે જે કોર્ટના આદેશોનું સરેઆમ ઉલ્લંઘન છે. અનંત ઈન્દુલકરે કહ્યું હતું કે, સીઈઓ સ્નેહલ પરિખનો કાર્યકાળ માર્ચમાં પૂર્ણ થયો હોવા છતાં કામગીરી કરી રહ્યા છે. સાથે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. હું કેરટેકર હોવા છતાં મને કોઈ નિર્ણય માટે બોલાવાયો નથી. ક્રિકેટિંગ માટે કેરટેકરની મિટિંગ બોલાવાતી નથી. ઉલ્લેખનીય છે કે, બીસીએની ચૂંટણીના 4 ઉમેદવારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા હતા. આ મામલે ડિવિઝનલ બેંચ સમક્ષ કેસ ચાલે છે. 5માંથી 3 સભ્યનો કાળ પૂર્ણ થયો છે તો બીપીએલના નિર્ણયમાં કોની મંજૂરી? અમે કાયદાકિય સલાહ લઈને કોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી કરીશું
અમે કાયદાકિય સલાહ લઈ કન્ટેમ્પ્ટની અરજી કરીશું. બીસીએને સુપ્રિમ કોર્ટ જવાનો હક નથી તો પણ ગયું છે. સીઈઓ ખોટી રીતે કામ કરી રહ્યા છે. ગત વર્ષે બીપીએલને લઈ 10 કરોડ ખર્ચ થયો, આ વર્ષે પણ થશે. તેના નિર્ણય મહત્ત્વના હોય છે. > ડૉ.દર્શન બેંકર, પ્રમુખ પદના ઉમેદવાર હાઈકોર્ટનો અનાદર કર્યો નથી, કરીશું પણ નહીંઃ રિવાઇવલ ગ્રુપ
આક્ષેપ પ્રતિ-આક્ષેપમાં રસ નથી. ક્રિકેટ અને ક્રિકેટરના હિતમાં શહેરને આગળ વધારવામાં રસ છે. હાઈકોર્ટ, ઓમ્બડ્સમેન અને એથિક્સ ઓફિસરનો ક્યારેય અનાદર કર્યો નથી અને આગળ કરીશું નહીં. સીઈઓનો કાર્યકાળ પૂર્ણ થયો નથી. > રિવાઇવલ ગ્રુપ
Read Original Article →