મંદિર પાછળ જુગાર રમતા પાંચ ઝડપાયા:બાપોદ પોલીસે બાતમીના આધારે રેડ પાડી, 49 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
વડોદરા શહેરમાં અવાર નવાર જુગાર,દારૂ સાથે અનૈતિક પ્રવૃત્તિ સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે.ત્યારે ભગવાનના મંદિર પાછળ પત્તાથી જુગાર રમતા પાંચ આરોપીઓને બાપોદ પોલીસે ઝડપી પાડ્યા હતા. મંદિર પાછળ જુગાર રમતા સમયે પોલીસની રેડ
શહેરમાં દારૂ-જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ વિભાગે અભિયાન ચલાવ્યું છે.આ અંતર્ગત બાપોદ પોલીસ સ્ટેશનની ટીમે આજવા રોડ પરના લક્ષ્મીનગર વિસ્તારમાં શંકર ભગવાન મંદિર પાછળની ખુલ્લી જગ્યામાં પત્તાથી જુગાર રમતા પાંચ આરોપીને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે. બાપોદ પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.યુ.પસ્તાગીયાની આગેવાનીમાં સ્ટાફે વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે લોકરક્ષક પુષ્પરાજસિંહને મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. રોકડ, ચાર મોબાઇલ સહિત કુલ 49,220 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓની વિગત
સુનીલ માછી (રહે. લક્ષ્મીનગર, સરદાર એસ્ટેટ પાછળ, આજવા રોડ, વડોદરા)
અરૂણ વસાવા (રહે. ચોખડી નાની શાક માર્કેટ પાસે, ઝુપડું, વાડી, વડોદરા)
હર્ષદ માછી (રહે. મ.નં-272, લક્ષ્મીનગર, સરદાર એસ્ટેટ પાછળ, આજવા રોડ, વડોદરા)
પ્રવીણરાજપુત (રહે. બ્લોક નં-13, મ.નં-04, શક્તિના વુડાનું મકાન, વડોદરા)
અજય રાવલ (રહે. મ.નં-106, બંસીધર હાઈટ્સ, સયાજીપાર્ક પાસે, આજવા રોડ, વડોદરા)
Read Original Article →