અરવિંદ કેજરીવાલનું એરપોર્ટ પર આગમન:નર્મદા જિલ્લામાં યોજાનાર વિજય યાત્રામાં ભાગ લેશે, પંજાબની જેમ ગુજરાત સરકાર પણ નીટ આપનાર વિદ્યાર્થીઓનું ભાડું માફ કરે

Gujarat5/24/2026, 11:54:57 AM
અરવિંદ કેજરીવાલનું એરપોર્ટ પર આગમન:નર્મદા જિલ્લામાં યોજાનાર વિજય યાત્રામાં ભાગ લેશે, પંજાબની જેમ ગુજરાત સરકાર પણ નીટ આપનાર વિદ્યાર્થીઓનું ભાડું માફ કરે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી 3 દિવસ ગુજરાત પ્રવાસે પધારી રહ્યા છે. અરવિંદ કેજરીવાલજી આજે વડોદરા એરપોર્ટ ખાતે આગમન થયું છે ત્યારે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. અરવિંદ કેજરીવાલનું આજે વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત વડોદરા એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું આગમન થયું હતું. ગુજરાતમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટીએ નર્મદા જિલ્લા પંચાયતમાં ભવ્ય વિજય મેળવ્યો છે ત્યારે આવતીકાલે યોજાનાર ભવ્ય વિજય યાત્રામાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે તેઓનું આજે વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આવતીકાલે યોજાનાર આ ભવ્ય વિજય યાત્રામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તથા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહેશે. વિદ્યાર્થીઓને સહાયતા આપવા સરકારને વિનંતી કરી એરપોર્ટ પર પહોંચેલા અરવિંદ કેજરીવાલે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, થોડા દિવસો અગાઉ નીટ પરીક્ષા રદ થતા 22 લાખ વિદ્યાર્થીઓ દુઃખી થયા છે. કેટલાય વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં છે. આગામી સમયમાં ફરી યોજાનાર પરીક્ષામાં વિધાર્થીઓની સહાય કરવામાં આવે. અમારી પંજાબ સરકારે બસનું ભાડું માફ કરવાનું નક્કી કર્યું છે. હું ગુજરાત સરકારને પણ વિનતી કરું છું કે આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને સહાયતા આપવામાં આવે. ડીઝલ અને પેટ્રોલ મેળવવામાં પડતી હાલાકી અંગે ચિંતા વ્યક્ત કરી વધુમાં કહ્યું કે, દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં ખેડૂતો તેમજ સામાન્ય જનતાને ડીઝલ અને પેટ્રોલ મેળવવામાં પડી રહેલી હાલાકી અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયાના અહેવાલોનો હવાલો આપતા કહ્યું કે, પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. તેમણે ભારત સરકારને વિનંતી કરી કે, રશિયા અને ઈરાન જેવા દેશો ભારતને સસ્તા દરે તેલ અને ગેસ આપવા તૈયાર હોવાથી, કેન્દ્ર સરકારે તેમની પાસેથી સસ્તા ઇંધણની આયાત કરવી જોઈએ. જેથી દેશના નાગરિકોને મોંઘવારીમાંથી મુક્તિ અપાવી શકાય.
Read Original Article →