ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન:છાણી તળાવ પાસે કાંસના કામમાં ગેરરીતિના આક્ષેપ, કાઉન્સિલરે કહ્યું,ચોમાસામાં વિસ્તાર જળ બંબાકાર થશે

Gujarat5/20/2026, 12:00:00 AM
પાલિકાના તંત્ર અને ઇજારદારની મિલીભગતના આક્ષેપ સાથે કાઉન્સિલરે મોરચો માંડ્યો છે. છાણી તળાવથી ન્યાસા થઈ કેનાલ સુધી 17 કરોડના ખર્ચે બની રહેલી પાકી કાંસના કામમાં ગેરરીતિની ફરિયાદ મ્યુ. કમિશનરને કરાઈ છે. ચોમાસા પૂર્વે કામ પૂરું નહીં થાય તો જળ બંબાકારની ભીતિ છે. વોર્ડ 1ના કાઉન્સિલર હરીશ પટેલે કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, મે.કમલા ઇલેક્ટ્રિકલ્સ એન્ડ એન્જિનિયરિંગને વર્ક ઓર્ડર અપાયો છે. જોકે ઇજારદાર દ્વારા ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરી અત્યંત હલકી ગુણવત્તાનું કામ કરાઈ રહ્યું છે. જ્યારે રાતે 12થી 3 વાગ્યા સુધી પાલિકાના અધિકારીઓની ગેરહાજરીમાં કામ કરી ગેરરીતિ કરાય છે. વેઠ ઉતાર કામ } અધિકારીઓની ગેરહાજરીમાં રાત્રે 12થી 3માં ખોદકામ કરવા સાથે ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન સુપરવાઇઝર અધિકારીઓની ધમકીભર્યા જવાબ આપે છે 1 હલકું મટિરિયલ : ટેન્ડર મુજબ M/25 મટિરિયલ વાપરવાનું છે,તેને બદલે હલકી કક્ષાનું મટિરિયલ વપરાતું હોવાથી પ્રો-ટેસ્ટિંગ કરાવવું જોઈએ. 2 ઓછી ડેપ્થ-ક્યોરિંગનો અભાવ : રબર ફીલિંગનું કામ ઓછી ડેપ્થમાં કરાયું છે. RCC ભરાઈમાં પાણી ન છાંટતાં સ્ટ્રેન્થ ઘટી રહી છે. 3 લોખંડમાં વેરીએશન: ડ્રોઇંગ-નિયમ મુજબ જે લોખંડ વાપરવાનું હોય તે વપરાતું નથી, તેનું ટેસ્ટિંગ કરાવો. 4 PMC-થર્ડ પાર્ટીની મિલીભગત: પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની 24 કલાકની જવાબદારી હોવા છતાં અધિકારીઓ હોય ત્યારે માણસો હાજર રહે છે. ટીપીઆઇ પૂરતી ચકાસણી વગર બિલો માટે રિલીઝ નોટ આપી દે છે. 5 અધિકારીઓને ધમકી: કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરો અધિકારીને ધમકીભર્યા જવાબ આપે છે.
Read Original Article →