ઠગ ઝડપાયો:4.92 કરોડની ઠગાઈમાં એક વર્ષથી ફરાર અલ્કેશ ઝડપાયો

Gujarat5/14/2026, 1:50:34 AM
શહેર ક્રાઈમ બ્રાન્ચે સસ્તું સોનું અને લોન અપાવવાના બહાને રૂ. 4.92 કરોડની માતબર રકમની ઠગાઈ આચરવામાં ઇલિયાસ અજમેરી બાદ નાસતા ફરતા આરોપી અલ્કેશ દીલીપરાવ ચીખલેને ઝડપી પાડ્યો છે. આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે વડોદરા રેલવે સ્ટેશન પાસેથી આ આરોપીને દબોચી લીધો હતો. માર્ચ-2025માં જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ ફરિયાદીને ઓછી કિંમતે સોનું આપવાની લાલચ આપી હતી. આ ઉપરાંત રૂ. 10 કરોડની લોન અપાવવાના બહાને કમિશન પેટે એડવાન્સ નાણાં મેળવી કુલ રૂ. 4,92,50,000ની ઠગાઈ આચરી હતી. ઠગાઈ કર્યા બાદ આરોપીઓએ બનાવટી પોલીસ ઉભી કરી ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી . આરોપી અલ્કેશ ચીખલે પોતાની ધરપકડ ટાળવા માટે સને 2025 થી નાસતો ફરતો હતો. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ આર.એસ. ગોહિલ અને પીએસઆઈ જે.એ. રહેવરની ટીમે બાતમીના આધારે તેને શોધી કાઢ્યો છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →