બરોડા પ્રીમિયર લીગ સીઝન-2 ધ્રુવ પટેલની તોફાની સદી:59 બોલમાં 100 રન બનાવ્યા, એલેમ્બિક વોરિયર્સની સતત ચોથી જીત; અમી સુપર એવેન્જર્સને 36 રને હરાવ્યું
વડોદરા ક્રિકેટ એસોસિએશન (BCA) સ્ટેડિયમ, કોટાંબી ખાતે 4 જૂનના રોજ રમાયેલી બરોડા પ્રીમિયર લીગ (BPL) સીઝન-2ની સાતમી મેચ અને દિવસની પહેલી મેચમાં એલેમ્બિક વોરિયર્સે અમી સુપર એવેન્જર્સ સામે 36 રને શાનદાર વિજય નોંધાવી પોતાની સતત ચોથી જીત હાંસલ કરી હતી. 11 ચોગ્ગા અને 3 છગ્ગા મારી તોફાની સદી ફટકારી
ટોસ જીતીને અમી સુપર એવેન્જર્સ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એલેમ્બિક વોરિયર્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 219 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. જે BPL સીઝનનો સૌથી વધુ સ્કોર છે. ટીમ તરફથી ધ્રુવ એન.પટેલ માત્ર 59 બોલમાં 100 રન જેમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગા મારી તોફાની સદી ફટકારી BPL સીઝન 1 અને 2માં એલેમ્બિક વોરિયર્સ તરફથી લક્ષ્યજીત પાધિયાર (જેમને ગઈકાલે જ BPL સીઝન ની પહેલી સદી નોંધાવી) પછી બીજી સદી નોંધાવી હતી. આયુષ રાજગોરે 27 બોલમાં 42 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સફવાન પટેલે 3 અને નિનાદ રાઠવાએ અમી સુપર એવેન્જર્સની 2 વિકેટ ઝડપી હતી. 220 રનના લક્ષ્યાંકનો પીછો કરતી અમી સુપર એવેન્જર્સની ટીમ 183 રન સુધી જ પહોંચી શકી હતી. અક્ષય મોરેએ 37 બોલમાં 72 રન જેમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગા મારી આક્રમક ઇનિંગ્સ રમી હતી, જ્યારે ઈરફાન શેખે 14 બોલમાં 25 રન બનાવ્યા હતા. અમી સુપર એવેન્જર્સ તરફથી બાબાસાફી પઠાણ અને જય આભલેએ 2-2 વિકેટ ઝડપી હતી. સફવાન પટેલે 'ગ્રીન ડોટ' અને 'બેસ્ટ બોલર' એવોર્ડ પોતાના નામે કર્યો
આક્રમક પ્રદર્શન બદલ ધ્રુવ એન. પટેલને 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અક્ષય મોરેને 'બેસ્ટ સ્ટ્રાઇકર' એવોર્ડ મળ્યો હતો. સફવાન પટેલે 'ગ્રીન ડોટ એવોર્ડ' તેમજ 'બેસ્ટ બોલર' એવોર્ડ પોતાના નામે કર્યો હતો.
Read Original Article →