વડોદરા:અપહરણ-લૂંટના ગુનામાં ભાગેડુ આકાશ થાપાનું હાર્ટએટેકથી મોત

Gujarat6/6/2026, 12:16:09 AM
સનફાર્મા રોડ પરથી યુવકનું અપહરણ કરી, તેને અવાવરૂ જગ્યાએ લઈ જઈ ઢોર માર માર્યા બાદ તેનો નગ્ન વીડિયો બનાવી રૂ.2 હજાર અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવવામાં આવી હતી. આ ચકચારી મામલે અટલાદરા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે આકાશ થાપા સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. શુક્રવારે આકાશ થાપા તેના મિત્રના ઘરે ભાયલીમાં હતો ત્યાં તેને ગભરામણ થતાં શુક્રવારે સવારે તેને ગોત્રી જીએમઈઆરએસ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અટલાદરા પોલીસે 10 દિવસ અગાઉ લૂંટનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારથી જ ગુનાનો આરોપી આકાશ થાપા ફરાર હતો અને પોલીસ તેની શોધમાં હતી. ત્યારે આકાશ થાપા તેના મિત્રના ઘરે ભાયલી ખાતે હાજર હતો. શુક્રવારે વહેલી સવારે તેને અચાનક ગભરામણ થતાં તેનો મિત્ર તેને સવારે ગોત્રી જીએમઈઆરએસ હૉસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના બાબતે પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે, તેનું મોત હૃદય રોગના હુમલાને કારણે થયું છે.
Read Original Article →