ડિકમ્પોઝ્ડ હાલતમાં મૃતદેહ મળ્યો:લિફ્ટ રિપેર કરવા ગયેલા યુવકને કરંટ લાગ્યો, વાયરમાં હાથ ચોંટી જતાં મોત
અટલાદરા માધવનગર વુડાના મકાનના સાતમા માળે લિફ્ટની કંટ્રોલ પેનલ પાસેથી યુવકનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જોકે તપાસમાં યુવક બંધ લિફ્ટનું રિપેરિંગ કરવા પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું હતું અને આ દરમિયાન તેને કરંટ લાગતાં મોત નીપજ્યું હતું. અટલાદરા પોલીસે તપાસ હાથ ધરી છે. વુડાના મકાનમાં રહેતા 28 વર્ષીય વિજય અમરીશભાઈ સોલંકી ઈલેક્ટ્રિશિયન છે. માધવનગરના ઈ-બ્લોકમાં અઢી વર્ષથી લિફ્ટ બંધ હતી. વિજય ઘરેથી સાડા ત્રણ વાગ્યે જાતે જ પકડ અને ટેસ્ટર લઈને લિફ્ટનું રિપેરિંગ કરવા પહોંચ્યો હતો. આ દરમિયાન વિજયને લિફ્ટની કંટ્રોલ પેનલરૂમમાં કરંટ લાગી જતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. વિજય ઘરે ન પહોંચતા પરિવારે તેની શોધખોળ કરી હતી, પરંતુ તે ક્યાંય મળી આવ્યો નહોતો. બીજા દિવસે વિજયની પત્નીએ અટલાદરા પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. સોમવારે રાત્રે 10.30 વાગ્યા આસપાસ બ્લોકમાંથી દુર્ગંધ આવતા કોઈ વ્યક્તિ ફ્લેટના ધાબા પર ગઈ હતી, જ્યાં વિજયનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના અંગે અટલાદરા પોલીસે ફાયર વિભાગ અને એમજીવીસીએલને બોલાવી વીજ પ્રવાહ બંધ કર્યો હતો અને વિજયના મૃતદેહને ગોત્રી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી હતી. પેનલનું યોગ્ય અર્થિંગ હોય તો MCB ટ્રીપ થાય, કરંટ લાગે નહીંૉ એમજીવીસીએલના અધિકારીએ કહ્યું હતું કે, લિફ્ટના કંટ્રોલ પેનલમાં બે પ્લગ કનેક્શન આવે છે. જો પેનલ બોર્ડમાં અર્થિંગ ન કર્યું હોય અને વીજ વાયરને પકડવામાં આવે, તો જોરદાર કરંટ લાગી શકે છે. જો યોગ્ય અર્થિંગ કરવામાં આવ્યું હોય, તો પેનલની એમસીબી ટ્રીપ થઈ જાય છે અને કરંટ લાગતો નથી. એવી પણ સંભાવના હોઈ શકે કે અર્થિંગનો વાયર છૂટો પડી ગયો હોય, જેને કારણે કરંટ લાગ્યો હોય. આ લિફ્ટ પેનલમાં અર્થિંગ ન કરાયું હોય અથવા અર્થિંગ કરતી વખતે બેદરકારી રખાઈ હોય. અટલાદરા માધવનગર વુડાના મકાનની લિફ્ટ છેલ્લાં અઢી વર્ષથી બંધ હતી રહીશોને દુર્ગંધ આવતાં તપાસ કરી, સોમવારે રાત્રે ડિકમ્પોઝ્ડ હાલતમાં મૃતદેહ મળ્યો _photocaption_વિજય અમરીશભાઈ સોલંકી (મૃતક) ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ*photocaption*
Read Original Article →