ચેન સ્નેચિંગ:શ્વાનને ફેરવવા નીકળેલાં મહિલાની ચેન ગઠિયાએ આંચકી, બે વાર દંડા ફટકાર્યા છતાં રફુચક્કર થયો

Gujarat5/20/2026, 12:00:00 AM
શહેરના સુભાનપુરા વિસ્તારમાં પેટ ડોગને લઈને ચાલવા નીકળેલાં એક મહિલાના ગળામાંથી ગઠિયો સોનાની ચેન આંચકીને ફરાર થઈ ગયો હતો. આ મામલે ગોરવા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સુભાનપુરાના શીતલ એપાર્ટમેન્ટમાં રહેતા 49 વર્ષીય લક્ષ્મીબેન મુકેશભાઈ અગ્નિહોત્રીના પતિ મિઠાઈ સેન્ટર ચલાવે છે. મંગળવારે સવારે 5.30 વાગ્યે લક્ષ્મીબેન તેમના પેટ ડોગને સાથે લઈને ચાલવા માટે નીકળ્યા હતા. તેઓ ઘરેથી નીકળીને નૂતન મહેશ્વર સોસાયટી પામ એક્ઝોટિકા પાસે પહોંચ્યા ત્યારે ત્યાં એક અજાણ્યો યુવક મોપેડ લઈને ઊભો હતો અને ફોન પર વાત કરી રહ્યો હતો. આ યુવક લક્ષ્મીબેન પાસે આવ્યો હતો અને કોઈ સરનામું પૂછવા લાગ્યો હતો. લક્ષ્મીબેને ‘મને ખબર નથી’ તેમ કહેતા જ યુવકે અચાનક તેમના ગળામાંથી એક તોલાની રૂ. 1.10 લાખ સોનાની ચેન આંચકી લીધી હતી. ચેન તોડીને આ ગઠિયો પોતાના મોપેડ પર ગોરવા તરફ ભાગી ગયો હતો. ઘટના અંગે ગોરવા પોલીસે ચેન સ્નેચિંગનો ગુનો નોંધીને ગઠિયાની શોધખોળ હાથ ધરી છે. તે મને અપશબ્દો બોલીને ભાગી ગયો હતો મારું થોડા સમય અગાઉ ઘૂંટણનું ઓપરેશન થયું હતું. ડૉક્ટરે મને ચાલવાનું કહ્યું છે. હું સવારે અમારા ડોગને લઈને ચાલવા નીકળી હતી. આ દરમિયાન એક યુવક મોપેડ પર આવ્યો અને કોઈ બંગ્લોનું સરનામું પૂછવા લાગ્યો. જોકે તેવું અહીં કશું નથી મેં તેમ કહી દીધું હતું. ત્યારે યુવકે અચાનક મારા ગળામાંથી સોનાની ચેન તોડી લીધી હતી. મારા હાથમાં દંડો હતો, જેથી મેં હિંમત કરીને યુવકના પીઠ પર બે વાર દંડો માર્યો હતો. જોકે તે મને અપશબ્દો બોલીને ભાગી ગયો હતો. (લક્ષ્મીબેન અગ્નિહોત્રી સાથે થયેલી વાતચીત મુજબ) ગોરવા પોલીસે ચેન સ્નેચિંગનો ગુનો નોંધીને ગઠિયાની શોધખોળ હાથ ધરી, છેલ્લે ગોરવા ગામ નજીક દેખાયો સુભાનપુરામાં પરોઢિયે 5.30 વાગ્યાની ઘટના, યુવક સરનામું પૂછવાને બહાને નજીક આવ્યો હતો ફર્સ્ટ પર્સન ગઠિયાએ મોપેડની નંબર પ્લેટ કાઢી નાખી હતી પોલીસે ઘટના સ્થળ આસપાસના સીસીટીવી તપાસ્યા હતા. યુવકે મોપેડની નંબર પ્લેટ કાઢી નાખી હતી. જોકે તેણે કોઈ માસ્ક કે હેલમેટ પહેર્યું નહોતું. છેલ્લે તે સીસીટીવીમાં ગોરવા ગામ નજીક દેખાયો હતો.
Read Original Article →