હોબાળો:પૂર્વ વિદ્યાર્થી નેતાઓનો એક સૂરઃ ઉગ્ર રજૂઆત કરી શકાય,પણ શિક્ષક પર હાથ ઉપાડવો એ નિંદનીય કૃત્ય

Gujarat6/9/2026, 12:25:48 AM
એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ડીન પર થયેલા હુમલાને પૂર્વ વિદ્યાર્થી નેતાઓએ અત્યંત નિંદનીય ગણાવ્યો છે. યુનિવર્સિટીના પૂર્વ જીએસ, વીપી અને વિદ્યાર્થી નેતાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, વિદ્યાર્થીઓ પોતાની માગણીઓ અંગે ઉગ્ર રજૂઆત કરી શકે છે, પરંતુ શિક્ષક પર ક્યારેય હાથ ઉપાડી શકાય નહીં. ફેકલ્ટીમાં પ્રવેશ મુદ્દે છેલ્લા 1 સપ્તાહથી વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે. 3 જૂને ફેકલ્ટી ખાતે વિદ્યાર્થી સંગઠનો ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન એબીવીપીના કાર્યકરે કોમર્સ ડીન પર અચાનક હુમલો કરતાં કેમ્પસમાં હોબાળો મચી ગયો હતો. આ ઘટનામાં સામા પક્ષે ફેકલ્ટીના સ્ટાફે પણ કાર્યકરોને માર માર્યો હતો. પ્રવેશના મુદ્દે 1991માં આખી સેનેટ કબ્જે કરી પણ હાથ ન ઉઠાવ્યો કોમર્સમાં પ્રવેશ મુદ્દે 1991માં આંદોલન સમયે આખી સેનેટ કબ્જે કરી લીધી હતી. પંરતુ કોઇના પર હાથ નહોતો ઉઠાવ્યો. ગુરુ પર હાથ ન ઉપાડી શકાય. - ડો.દિનેશ યાદવ, પૂર્વ જીએસ-વીપી શિક્ષકો પર હૂમલો સ્વીકાર્ય નથી, આંદોલનમાં આક્રોશ હોય શિક્ષકો પર હૂમલો સ્વીકારી ન શકાય. આંદોલનમાં આક્રોશ હોય,પણ હુમલો ન થઇ શકે. શિક્ષકોએ પણ પોતાની મર્યાદામાં રહીનો શબ્દોનો પ્રયોગ કરવો જોઇએ. - નરેન્દ્ર રાવત, પૂર્વ-જીએસ-વીપી આંદોલનમાં તોડફોડ કરી, પણ શિક્ષક પર હાથ નથી ઉઠાવ્યો અમે જયારે આંદોલનો કરતાં, ત્યારે તોડફોડ કરી, ચક્કા જામ કર્યા, પણ કોઇ દિવસ શિક્ષક પર હાથ ઉઠાવ્યો નથી. ડીન પર હુમલો ચલાવી ન લેવાય. > પ્રશાંત પટેલ, પૂર્વ વીપી-એનએસયુઆઇ પ્રમુખ આ ઘટના અત્યંત દુઃખદ અને નિંદનીય છે શિક્ષક સમાજના ઘડવૈયા છે. આ ઘટના અત્યંત દુઃખદ અને નિંદનીય છે. - ઋત્વીજ જોશી, પૂર્વ જીએસ-વીપી નેતાગીરીની સાચી ઓળખ હાથ ઉઠાવવામાં નથી સંઘર્ષનો માર્ગ હિંસાનો ન હોવો જોઈએ, કારણ કે સાચો નેતા મુક્કાથી નહીં, પરંતુ મુદ્દાથી જીતે છે. - પ્રકાશ વર્મા, પૂર્વ યુજીએસ વિદ્યાર્થી હિતમાં રજૂઆત કરાય, પણ ગુરુ પર હૂમલો ન કરાય વિદ્યાર્થી હિતમાં રજૂઆતો કરાય, ગુરુ પર હૂમલો ન કરાય. શિક્ષકનું અપમાન ન કરાય. - જહા દેસાઇ, પૂર્વ જીએસ-વીપી શિક્ષક હરહંમેશ પૂજ્ય સ્થાને જ રહ્યા છે અને રહેશે પ્રો. પ્રજ્ઞેશભાઈ શાહ પર કરવામાં આવેલ હુમલો સાંખી નહીં જ લેવાય. - ડો. જીગર ઇનામદાર, પૂર્વ એફજીસ મતભેદના કારણે આવો વ્યક્તિગત હુમલો કોઈપણ સંજોગોમાં ચાલે નહીં મેનેજમેન્ટ સાથેબહુ ઘર્ષણ થયા, પણ કોઈ કર્મચારી કે ગુરુ પર ક્યારેય હાથ ઉપાડ્યો નથી. મતભેદના કારણે આવો વ્યક્તિગત હુમલો કોઈપણ સંજોગોમાં ચાલે નહીં. - મેહુલ લખાણી, પૂર્વ જીએસ-વીપી આક્રમક રજૂઆત કરી શકાય પણ હિંસક ન બનાય વિદ્યાર્થીનેતાઓ મર્યાદામાં રહીને રજૂઆતો કરી શકે છે. પણ હિંસક ન બનાય. શિક્ષકો ગુરુ છે અને તેમના પર હુમલો ન કરી શકાય. - અમર વાઘેલા, પ્રમુખ એનએસયુઆઇ જો ડીન પર હૂમલો થયો છે તો સીસીટીવી આપો એબીવીપીના કોઇ કાર્યકરે ડીન પર હુમલો કર્યો નથી. જો હુમલો થયો હોય તો તેના સીસીટીવી બહાર પાડવામાં આવે. અમે પગલા લઇશું. - વેદ ત્રિવેદી, યુનિવર્સિટી અધ્યક્ષ,એબીવીપી જીકાસમાં અપડેટ માટે ડીનને સત્તા હોવાથી મેં નંબર જાહેર કર્યા રવિવારે રજા હતી અને જીકાસમાં વિદ્યાર્થીઓ અપડેટ કરી શકે તે માટે કોમર્સ ડીન પાસે સત્તા હોવાથી મેં તેમના નંબર જાહેર કર્યા હતા. - નીખીલ સોલંકી, વિદ્યાર્થી નેતા વિદ્યાર્થી નેતાનું નવું ગતકડું કોમર્સ ડીન અને અધ્યાપકના મોબાઇલ નંબર વાયરલ કર્યા, 300-400 ફોન આવ્યા કોમર્સ ડીન પ્રજ્ઞેશ શાહ અને અધ્યાપક વિશાલ શાહના મોબાઇલ નંબર વિદ્યાર્થી નેતા નીખીલ સોંલકીએ સોશિયલ મીડિયા પર જાહેર કરી દિધા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં જીકાસ તરફી નોટીફીકેશન સાથે કહેવામાં આવ્યું હતું કે એડીટ પ્રેફરન્સ ચેન્જ 7 જૂને જ કરી શકાશે. જે નીચે આપેલા વ્યકતિઓ જ કરી શકશે. તેમ કરીને હેલ્પ લાઇન નંબર લખીને સોશિયલ મીડિયા પોસ્ટમાં કોમર્સ ડીન પ્રજ્ઞેશ શાહ અને અધ્યાપક વિશાલ શાહના મોબાઇલ નંબર આપવામાં આવતા હતા. અધ્યાપકોના નંબર વાયરલ થતાં તેમને રોજના 300થી 400 ફોન આવી રહ્યા છે.
Read Original Article →