સિટી એન્કર:સિંગલ પેરેન્ટ મહિલાએ માતૃવિહોણી 108 બાળકીને દત્તક લીધી કોઇ ગિફ્ટ આપવા આવે તો કહે છે, 108 હોય તો જ આપજો
‘સેવા પરમો ધર્મ’ના સૂત્રને સાર્થક કરતાં મહિલા અને તેમની ટીમ માતૃવિહોણી તેમજ સિંગલ પેરેન્ટ ધરાવતી દીકરીઓ માટે આશાનું કિરણ બની છે. કપુરાઈ ચાર રસ્તા પાસે રહેતાં સાવિત્રીબેન તિવારીએ ‘તત્વમસિ શક્તિ સમૂહ’ના માધ્યમથી ગ્રામ્યની 108 દીકરીની જવાબદારી ઉપાડી છે, જેમની પાસે માતાનો પડછાયો નથી. પોતે સિંગલ પેરેન્ટ હોવા છતાં સાવિત્રીબેન દીકરીઓને આર્થિક, શારીરિક અને ભાવનાત્મક ટેકો આપે છે. સંસ્થા સરકારી નોંધણી ધરાવતી નથી કે કોઈ પાસે ફંડ ઉઘરાવતી નથી. સાવિત્રીબેન અંગત સ્ત્રોતથી ખર્ચ ઉઠાવે છે. કાર્યમાં ક્રિષ્નાબેન જોશી અને દર્શનાબેન ઝાલા સહિત 60 બહેનો સેવા આપે છે. દીકરીઓના પર્સનલ હાઈજિનથી લઈ અભ્યાસ અને કરિયર કાઉન્સેલિંગ સુધીની બાબતોનું ધ્યાન ટીમ રાખે છે. દર વર્ષે દીકરીનું હેલ્થ ચેકઅપ કરાવાય છે
અમે દીકરીના શિક્ષણ માટે સ્કૂલના સંપર્કમાં રહીએ છીએ. દીકરી ગેરહાજર રહે કે ગુણ ઓછા આવે તો તેનું કારણ શોધી ઉકેલ લાવીએ છીએ. વર્ષમાં એકવાર દીકરીઓનું હેલ્થ ચેકઅપ કરાવીએ છીએ. > સાવિત્રીબેન તિવારી, સ્થાપક, તત્વમસિ શક્તિ સમૂહ કેસ સ્ટડી-1 | લગ્ન માટે મજબૂર દીકરી થયેલી હવે કોલેજની સાથે નોકરી કરે છે
સિંગલ પેરેન્ટ માતા આર્થિક તંગીથી પુત્રીના લગ્ન કરાવવા માગતી હતી. સાવિત્રીબેનની ટીમે કાઉન્સેલિંગ કર્યું. તે પછી દીકરીએ ધો.12 સારા માર્ક્સ સાથે પાસ કર્યું અને હવે કોલેજ સાથે નોકરી કરે છે. કેસ સ્ટડી-2 | બીમારીને કારણે શિક્ષણ છોડનાર દીકરી ફરી શાળાએ જતી થઈ
શારીરિક-માનસિક અસ્વસ્થતાથી બાળકીએ શાળા છોડી હતી. માતા લાચાર હતી, પણ સંસ્થાએ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી. દીકરી સ્વસ્થ થઈ અને શિક્ષણ પુનઃ શરૂ થયું છે.
Read Original Article →