વડોદરા:ગોત્રીમાં સગીરા લગ્ન કરવાની જીદ પકડીને બોયફ્રેન્ડના ઘરે પહોંચી ગઈ

Gujarat5/28/2026, 12:00:00 AM
ગોત્રી વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાએ તેના બોયફ્રેન્ડ સાથે લગ્નની જીદ પકડીતા તેની માતાએ તેને ઠપકો આપ્યો હતો. જેથી સગીરા તેના બોય ફ્રેન્ડના ઘરે જતી રહી હતી. જોકે તેના બોયફ્રેન્ડના માતા-પિતાએ તેને પરત તેના ઘરે મોકલી દેતા તેણે ઘરે જઈને પરત લગ્ન કરવાની જીદ પકડી હતી. જેથી તેની માતાએ અભયને જાણ કરતા અભયમની ટીમ સગીરાને ઘરે પહોંચીને તેનું અને તેના બોયફ્રેન્ડનું કાઉન્સેલિંગ કર્યું હતું. જે બાદ તેઓએ ખાત્રી આપી હતી કે, તેઓ હાલમાં ભણવા પર ધ્યાન આપશે. ગોત્રી વિસ્તારમાંથી બુધવારે એક સગીરાની માતાનો અભયમને કૉલ આવ્યો હતો કે, મારી 17 વર્ષીય દીકરીએ ભણવાનું છોડીને તેના બોયફ્રેન્ડ સાથે લગ્નની જીદ પકડી છે. અમારા કોઈનું તે માનતી નથી. બે વર્ષ પહેલા તે યુવક તેની માતા સાથે મળાવા આવ્યા હતા ત્યારે ફ્રેન્ડ છે તેમ જણાવ્યું હતું. પરંતુ દીકરી અવાર નવાર તે યુવકને મળવા જતી હતી અને ફોન પર વાત કરતી હતી. જેથી મને શંકા જતા આ બાબતે દીકરીને પૂછતા, દીકરીએ જણાવ્યું હતું કે, મારો તેની સાથે પ્રેમ સંબંધ છે. હંુ તેની સાથે લગ્ન કરવા માંગુ છું. જેથી અમે તેમને ઠપકો આપતા તે ઘરેથી નીકળી ગઈ હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તે કોઈને કહ્યા વગર કીધા વગર ઘરેથી તેના બોયફ્રેન્ડના ઘરે જતી રહી હતી. જોકે તે યુવકના માતા-પિતાએ પણ લગ્ન કરાવી આપવાની ના પાડતા તેણે પરત ઘરે આવીને ફરી લગ્ન જીદ પકડી છે. અભયમની ટીમે સૌ પ્રથમ સગીરાના બોયફ્રેન્ડને બોલાવ્યો હતો અને બંનેનું કાઉન્સેલિંગ કરતા સમજાવ્યું હતું કે, હાલમાં તમારી લગ્ન કરવાની ઉંમર નથી. તમારી જ્યારે ઉંમર થશે ત્યારે માતા પિતા લગ્ન કરાવી આપશે. હાલ જે અભ્યાસ છૂટી ગયો છે તેને પૂરો કરવા જણાવી મામલો થાળે પાડ્યો હતો. સગીરાએ ધોરણ 10 બાદ અભ્યાસ છોડી દીધો હતો કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સગીરાએ ધોરણ 10 બાદ અભ્યાસ છોડી દીધો હતો. ઉપરાંત યુવકે પણ ભણવાનું છોડી દીધું હતું. યુવક અભ્યાસ કરતો નહોતો ઉપરાંત વય પણ નાની હોવાને કારણે માતા લગ્ન કરવાની ના પાડતા હતા.
Read Original Article →