સિટી એન્કર:સારંગપુર-વલસાડની બસમાં આધેડે સગીરાની છેડતી કરી, વડોદરા ડેપોમાં પકડાયો તો કહ્યું,ઊંઘમાં હાથ અડી ગયો હશે

Gujarat5/14/2026, 12:40:46 AM
સિટી એન્કર:સારંગપુર-વલસાડની બસમાં આધેડે સગીરાની છેડતી કરી, વડોદરા ડેપોમાં પકડાયો તો કહ્યું,ઊંઘમાં હાથ અડી ગયો હશે
વેકેશનમાં બસમાં સારંગપુરથી વલસાડ જઈ રહેલી સગીરાની બાજુમાં બેઠેલા આધેડે તેને શારિરીક અડપલા કર્યા હતા. સગીરાએ બૂમો પાડીને વિરોધ કર્યો હતો અને પરિવારે અભયમની મદદ લીધી હતી. બસ વડોદરા ડેપો પહોંચી ત્યારે અભયમની ટીમે આધેડની પૂછપરછ કરતા તેણે ઊંઘનું બહાનું આપ્યું હતું. જોકે ટીમે તેને કાયદાકીય રીતે સમજાવતા આધેડે ભૂલ સ્વીકારીને માફી માંગી હતી. પરિવાર પણ વેકેશન માટે જતો હોવાને કારણે આગળ કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નહોતી. સારંગપુરનો પરિવાર વેકેશન હોવાને કારણે બસમાં વલસાડ જઈ રહ્યો હતો. બસમાં ભીડ હોવાને કારણે પરિવારના સભ્યો અલગ-અલગ સીટ પર બેઠા હતા. દરમિયાન પરિવારની સગીર દીકરીને બેસવા માટે એક સિટ મળી હતી. સગીરાની બાજુની સિટમાં એક આધેડ મુસાફર મુસાફરી કરી રહ્યો હતો. બસ વટામણ પહોંચી ત્યારે આધેડે બાજુમાં બેઠેલી સગીરાને અડપલા કરવાનું શરૂ કર્યુ હતું. જેથી સગીરાએ બૂમ પાડી વિરોધ કરતા પરિવારે 181ની મદદ લીધી હતી. બસ જ્યારે વડોદરા બસ ડેપો પહોંચી ત્યારે અભયમની ટીમ પહેલેથી જ સગીરાની છેડતી કરનારની રાહ જોઇને ઉભી હતી. ટીમે આધેડની કડકાઈ પૂર્વક પુછપૂરછ કરતા તેણે તેના બચાવમાં કહ્યું હતું કે, ઊંઘમાં હાથ અડી ગયો હશે, જાણી જોઈ ને નથી કર્યું. જોકે અન્ય મુસાફરોઓએ જણાવ્યું હતું કે, આધેડ જાણીજોઈને અડપલા કરતા હતા અને તે ત્યારે જાગતા જ હતા. અભયમ દ્વારા આધેડને કડકાઈ પૂર્વક સમજાવવામાં આવ્યું હતું કે, સગીરાને શારીરિક અડપલા કરવા એ ગુનો છે. જેથી આધેડે કાકલૂદી કરી માફી માગી હતી. સગીરાએ વિરોધ કર્યો હોવા છતાં આધેડે બેથી ત્રણ વખત તેની સાથે અડપલા કર્યા બસના મુસાફરોએ અભયમની ટીમે જાણવ્યું હતું કે, જ્યારે આધેડે સગીરાને પહેલીવાર અડપલા કર્યા ત્યારે તેણે વિરોધ કર્યો હતો. ત્યારે તેના પરિવારે પણ આ બાબતે આધેડને કહ્યું હતું. જોકે તે બાદ પણ આધેડે સગીરાને બે થી ત્રણ વાર અડપલા કર્યા હતા. જેથી છેવટે અભયમની મદદ લીધી હતી.
Read Original Article →