પરિણીતાએ જીવન ટૂંકાવ્યું:પીએમ આવાસમાં રહેતી પરિણીતાએ પુત્રને પાર્કિંગમાં મોકલીને 5મા માળેથી ઝંપલાવ્યું

Gujarat5/14/2026, 1:49:59 AM
પરિણીતાએ જીવન ટૂંકાવ્યું:પીએમ આવાસમાં રહેતી પરિણીતાએ પુત્રને પાર્કિંગમાં મોકલીને 5મા માળેથી ઝંપલાવ્યું
વાઘોડિયા રોડ પર આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતી પરિણીતાએ 5મા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું હતું. 35 વર્ષીય ભૂમિકાબહેન પાટીલ છેલ્લા ચાર દિવસથી બીમાર હતા. બુધવારે તે અને તેમનો પુત્ર કિશન વાડીમાં રહેતા સાસુના ઘરે જવા નીકળ્યા હતા. તેમણે પુત્રને કહ્યું કે, ‘તું પાર્કિંગમાં જઈને મોપેડ બહાર કાઢ, હું હમણાં આવું છું.’ પુત્ર પાર્કિંગમાં ગયો તેના 5 મિનિટ બાદ પણ માતા નીચે ન આવતા તે તપાસ કરવા પરત ઘરે પહોંચ્યો. આ દરમિયાન કમ્પાઉન્ડમાં જોરદાર અવાજ આવતા પુત્ર દોડીને નીચે પહોંચ્યો હતો. ત્યાં તેની માતા લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલા જોવા મળ્યા હતા. ઘટના બાદ મૃતકને સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. કપૂરાઈ પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી. તેણે મને કહ્યું કે, મને તમે બનાવેલો કેરીનો રસ ખાવો છે છેલ્લા 4 દિવસથી તેની તબિયત સારી નહોતી. તે કોઈની પણ સાથે ઝઘડો કરતી હતી. એટલે હું તેને તેના ભાઈના ઘરે મૂકી આવ્યો હતો. જોકે તેણે મને કહ્યું, ‘મને તમારા વગર નથી ગમતું એટલે મને લઈ જાવ’, એટલે હું તેને લઈ આવ્યો હતો. મંગળારે રાત્રે તેણે મને કહ્યું કે, મને તમે બનાવેલો કેરીનો રસ ખાવો છે. જેથી મે રસ બનાવી આપ્યો હતો. તે બુધવારે સવારે 5 વાગે ઊઠી ગઈ હતી. તેણે મારા દીકરાને નીચે પાર્કિંગમાં મોકલીને ઘરનો દરવાજો અંદરથી બંધ કરીને આ પગલું ભર્યું હતું.’> ગણેશ્વર, મૃતકના પતિ
Read Original Article →