પાલિકાની ચૂંટણી:4 દિવસમાં 939 ઉમેદવારી ફોર્મનું વિતરણ

Gujarat4/10/2026, 12:18:39 AM
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 11મી સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. જેમાં પાલિકાની ચૂંટણીમાં 19 વોર્ડમાં 4 દિવસમાં 939 ફોર્મનું વિતરણ થયું છે. જેમાંથી આમ આદમી પાર્ટીના 3, કોંગ્રેસના 3, ભાજપમાંથી 1 અને અપક્ષના ઉમેદવાર 1 મળીને 8 ઉમેદવારોએ ફોર્મ ભરી પરત કર્યાં છે. જ્યારે 4 દિવસમાં નગર પાલિકામાં 1657 ફોર્મ, જિલ્લા પંચાયતમાં 280 ફોર્મ અને તાલુકા પંચાયતમાં 950 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, 11 એપ્રિલ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. તેવામાં ભાજપ શહેરના ઉમેદવારોનું લિસ્ટ 10મીએ રોજ આવી શકે છે. જ્યારે શુક્ર-શનિવારે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો મોટી સંખ્યામાં ફોર્મ ભરવા માટે પહોંચશે. કલેક્ટર કચેરી સહિતનાં સ્થળો પર ઉમેદવારોની ભીડ જોવા મળશે. 9 એપ્રિલે કુલ 851 ફોર્મનું વિતરણ થયું ફોર્મ ભરનાર ઉમેદવાર વોર્ડ નંબર 19: તાલુકા પંચાયત:
Read Original Article →