રોડ સેફ્ટી માટે 6 મુદ્દાનો એજન્ડા:ગોલ્ડન સહિતની 4 ચોકડીનાં દબાણનો સફાયો થશે
ગોલ્ડન ચોકડી, આજવા-વાઘોડિયા ચોકડી સહિતની ચોકડીની આસપાસનાં દબાણોનો સફાયો થાય તેવી શક્યતા છે. એનએચ-48 સહિતના રસ્તા પર માર્ગ સલામતી માટે પોલીસ કમિશનર કચેરી, એનએચએઆઇ અને અન્ય રોડ સેફ્ટી એક્સપર્ટ્સની માર્ગ સલામતી બેઠક બુધવારે યોજાઇ હતી. જેમાં વડોદરાની આસપાસના 7 બ્લેક સ્પોટ સહિતના માર્ગ સલામતી વિશેના 6 મુખ્ય મુદ્દાની ચર્ચા કરાઇ હતી. એસટીને બસ સ્ટોપ નક્કી કરવા સૂચના, વૃક્ષોની ટ્રિમિંગ કરાશે, રખડતાં ઢોર દૂર કરાશે દબાણ હટાવવા માટે 3 સત્તામંડળે જોડાવું પડશે
એનએચએઆઇ નહીં અન્ય સત્તામંડળે પણ દબાણ દૂર કરવા જોડાવું પડશે. આજવા ચોકડી પર શહેર તરફથી બ્રિજ પહેલાંનો ભાગ પાલિકાનો અને ચોકડી નીચે અને રોડ એનએચએએઆઇ અને ચોકડી બાદ આજવા તરફનો રોડ આરએન્ડબીનો છે. દબાણ હટાવવા તમામે કાર્યવાહી કરવી પડશે. મ. પોલીસ કમિશનર જગદીશ વસાવાએ કહ્યું કે, ગોલ્ડન, આજવા, જાંબુઆ બ્રિજ સહિત 7 બ્લેક સ્પોટ ઓળખ્યા છે. દેણા-કોટાલી નજીકનો કટ બ્લેક સ્પોટમાંથી દૂર કર્યો છે.
Read Original Article →