દારૂડિયા ઝડપાયા:જેતલપુર બ્રિજ પાસે દારૂની મહેફિલ માણતા 5 પકડાયા

Gujarat4/7/2026, 12:33:01 AM
જેતલપુર બ્રિજ નીચે ઈન્ડિયા બુલ્સની સામેથી અકોટા પોલીસે પાંચ જણાને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા. પાંચેયે સાથે મળીને દારૂની પાર્ટી કરી હતી. વર્ધી આધારે સ્થળ પર પહોંચી અકોટા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અકોટા પોલીસને કંટ્રોલ તરફથી રવિવારે બપોરે 1.45 વાગે વર્ધી મળી હતી કે, ઈન્ડિયા બુલ્સની સામે વાઇટ હાઉસ કમ્પાઉન્ડમાં કાલકા માતાના મંદિર સામે કાર ફ્રેશ વોશિંગ સેન્ટરની દુકાનમાં પાંચથી છ લોકો દારૂની પાર્ટી કરે છે. જેના આધારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં દારૂ પીને કાર વોશિંગ સેન્ટરની બહાર આવેલા પાંચ મિત્રોને પોલીસે પકડી પાડ્યા હતા. પાંચેય ઈસમ ચિક્કાર દારૂના નશામાં હતા. કાર વોશિંગ સેન્ટર દીપક પેટલનું હોવાનું જાણવા મળ્યું હતું. પાંચેય મિત્ર લાંબા સમયથી મળ્યા નહોતા. જેથી ભેગા થતા દારૂની પાર્ટી કરી હોવાનું પોલીસે કહ્યું હતું. પાંચેય સામે અકોટા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. દારૂની મહેફિલ માણતા પકડાયેલા શખ્સો
Read Original Article →