અકસ્માત:ડ્રાઈવરની ભૂલથી 4 જિંદગી હોમાઈ: મુંબઈ હાઈવે ઉપર કાર રોંગ સાઈડ લેતાં 4નાં મોત, 4 ઈજાગ્રસ્ત

Gujarat6/8/2026, 12:10:06 AM
અકસ્માત:ડ્રાઈવરની ભૂલથી 4 જિંદગી હોમાઈ: મુંબઈ હાઈવે ઉપર કાર રોંગ સાઈડ લેતાં 4નાં મોત, 4 ઈજાગ્રસ્ત
પાદરાના લક્ષ્મીપુરા ગામ પાસેથી પસાર થતા હાઈવે પર ડ્રાઈવરની એક ભૂલને કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અંપાડ ગામમાં રહેતા સોલંકી અને મેવાડા પરિવારના 8 સભ્યો શનિવારે રાત્રે 11 વાગ્યે મહેસાણા ખાતે માતાજીના મંદિરે માનતા માટે નીકળ્યા હતા. તેઓએ ગામના નરેન્દ્રભાઈ રાઠોડની ઈકો કાર ભાડે કરી હતી. ગામમાંથી નીકળ્યા બાદ તેઓને ભારતમાલા એક્સપ્રેસ વે થઈને અમદાવાદ તરફ જવાનું હતું. જોકે, 4 કિલોમીટર કાપ્યા બાદ ડ્રાઈવર નરેન્દ્રભાઈને જાણ થઈ કે તેઓ ભૂલથી મુંબઈ હાઈવે પર ચઢી ગયા હતા. પરત જવા માટે ડ્રાઈવરે હાઈવે પર જ કારનો યુ-ટર્ન લીધો હતો. આ દરમિયાન પાછળથી આવી રહેલા એક ટ્રકે ઈકો કારને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં ઈકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત થતાં જ હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનો રોકાઈ ગયા હતા અને સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ તથા પોલીસને જાણ કરી હતી. 108 ના સ્ટાફે ઘટનાસ્થળે જ 4 લોકોને મૃત જાહેર કર્યા હતા. જોકે અકસ્માતમાં અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. આ મામલે તાલુકા પોલીસે કારમાં સવાર કનુભાઈ અંબાલાલ મેવાડાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. જેમનાં મોત થયાં તે તમામ ડ્રાઈવર બાજુ બેઠેલાં હતાં પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, અકસ્માતમાં કારની ડ્રાઈવર તરફની બાજુ ટ્રક સાથે અથડાઈ હતી. જેથી ડ્રાઈવર સાઈડની કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ડ્રાઈવરની સીટ તરફ બેઠેલા 4 ના ઘટના સ્થળે જ મોત થયા હતા, જેમાં ડ્રાઈવરનું પણ મોત થયું છે. મૃતકનાં નામ ઈજાગ્રસ્તોનાં નામ
Read Original Article →