લક્ષ્મીપુરા-ગોરવા વિસ્તારમાં 4 કલાક વીજકાપ:જેટકોનું સમારકામ, લક્ષ્મીપુરા-ગોરવાના 32 હજાર ઘર 4 કલાક વીજકાપ ભોગવશે
જેટકો દ્વારા 66 કે.વી. ગોરવા સબસ્ટેશનમાં જરૂરી સમારકામ કરવામાં આવનાર છે. તેને લઈ એમજીવીસીએલના ગોરવા અને લક્ષ્મીપુરા સબ ડિવિઝન હેઠળ આવતા ગોરવા, સુભાનપુરા, કરોડિયા રોડ સહિતના 16 ફિડરના વિસ્તારમાં વીજ પૂરવઠો બંધ રહેશે. 17 મેએ સવારે 6થી 10 વાગ્યા સુધી વીજ પૂરવઠો બંધ રહેશે જેથી 32 હજારથી વધુ વીજ જોડાણને અસર થશે. ઉનાળાની ભારે ગરમીમાં લોકો આ સમારકામની કામગીરીથી હેરાન થશે. વર્ષમાં બે વખત જેટકો પ્રિ અને પોસ્ટ મોન્સૂનના કામ હેઠળ આખા સબ સ્ટેશનનું સમારકામ હાથ ધરે છે પ્રિ-મોનસુન અને પોસ્ટ મોનસુન એમ બે વાર જેટકો આખા સબસ્ટેશનનું સમારકામ કરે છે. તેના માટે અન્ય સ્ટેશનના કર્મીઓને પણ બોલાવી સમારકામ કરાય છે. આ વખતે પ્રિ-મોનસુનની કામગીરી કરવામાં આવી રહી છે. લાઇન, ટ્રાન્સફોર્મ, પેનલ સહિતનું સમારકામ કરવામાં આવશે. સમારકામ પૂરૂ થયા વીજ પૂરવઠો અગાઉથી કોઈ પણ જાણ કર્યા વગર ફરીથી ચાલુ કરી દેવાશે. ગોરવા સબ ડિવિઝનના સુભાનપુરા રોડ ફિડર, લાભ ફિડર, સહયોગ ફિડર, ગોરવા ગામ ફિડર, સાંગરિલા ફિડર, ગુડિસ ફિડર, મધુનગર ફિડર, વગેરે. જ્યારે લક્ષ્મીપુરા સબ ડિવિઝનના માધવપાર્ક ફિડર, આર્કશ ફિડર, વિઠલેશ ફિડર હેઠળ આવતી સોસાયટી, દુકાન સહિતમાં વીજ પૂરવઠો બંધ રહેશે. ત્યારે વીજ પૂરવઠો બંધ થાય તે માટે ફરિયાદ કરવા એમજીવીસીએલ દ્વારા તેમનો ટોલ ફ્રિ નંબર-18002332670 જાહેર કરવામાં આવ્યો હતો.
Read Original Article →