ઉમેદવારોએ પોતાની સંપત્તિ અંગેની માહિતી આપી:જિલ્લા-તાલુકા ભાજપના 32 ઉમેદવાર ધો.5 પાસથી લઇ બીએડ સુધી ભણેલાં

Gujarat4/12/2026, 12:00:00 AM
વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ પોતાના ફોર્મ 11 એપ્રિલના રોજ ભર્યાં હતાં. ઉમેદવારોએ પોતાના એફિડેવીટમાં પોતાની સંપત્તિ, વાહનો, અભ્યાસ, જમીન અને મકાન અંગેની માહિતી આપી હતી. જે એફિડેવીટનું વિશ્લેષણ કરતા સિમળિયાના હર્ષિલ પટેલે બીએએલએલબી તેમજ અનગઢના બિરેન પટેલે બીબીએનો અભ્યાસ કર્યો છે. જ્યારે રણોલીના ઉમેદવાર કૈરવીબા વાઘેલાના પતિ પાસે રૂા.1.52 કરોડની જમીન તેમજ શેરખીના હર્ષાબેન પરમારની સંયુક્ત 4.3 કરોડની જમીન છે. આ ઉપરાંત સયાજીપુરાના ઉમેદવાર કમલેશ પટેલ પાસે સૌથી વધારે સંયુક્ત રીતે 60 તોલા સોનું, થુવાવીના ભાવેશ પટેલ પાસે પણ સંયુક્ત રીતે 35 તોલા સોનું એફિડેવીટમાં બતાવ્યું છે. એકંદરે 32 ઉમેદવારો પાસે 325 તોલાથી વધુ સોનું હોવાનું બહાર આવ્યું છે.
Read Original Article →